-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પરેશ ધાનાણીએ રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત
ક્યારેક સાયકલ લઈને તો ક્યારેક એક્ટિવા પર પ્રચાર કરતા જોવા મળે છે આ વખતે તો તેમણે રિક્ષામાં પ્રચાર કરી કોંગ્રેસ માટે મત માગ્યા

રાજકોટ, તા.૫
રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કવિતાઓ કરવા માટે તો જાણીતા છે જ પરંતુ તેમના અનોખા પ્રચાર માટે પણ જાણીતા છે. ક્યારેક ક્રિકેટનું બેટ પકડીને ફટકાબાજી કરતા જોવા મળે છે તો ક્યારેક સાયકલ લઈને તો ક્યારેક એક્ટિવા પર પ્રચાર કરતા જોવા મળે છે. આ વખતે તો તેમણે રિક્ષામાં પ્રચાર કરી કોંગ્રેસ માટે મત માગ્યા.
રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર તેમના અનોખા પ્રચાર માટે જાણીતા છે. પરેશ ધાનાણી આજે જસદણમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગમાં પહોંચ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમયે પરેશ ધાનાણી રિક્ષા ચલાવીને પ્રચાર કરતા અને કોંગ્રેસ માટે મત માગતા જોવા મળ્યા હતા. હાલ ઉમેદવારો છેલ્લી ઘડીના પ્રચારમાં તેમની તાકાત લગાવી રહ્યા છે. ત્યારે જસદણમાં કાર્યાલયના ઉદ્દઘાટનમાં પહોંચેલા પરેશ ધાનાણી જે રિક્ષા લઈને આવ્યા હતા તેના પર ઈંસ્વાભીમાન યુદ્ધનું પોસ્ટર લગાવ્યુ હતુ.
પરેશ ધાનાણીએ રાજકોટના રણ મેદાનમાં સૌને સાથે મળીને સ્વાભિમાનની લડાઇ લડવા મતદારોને આવકાર્યા અને કોંગ્રેસને જીતાડવા અપીલ કરી છે. મહત્વનું છે, રાજકોટ લોકસભા બેઠકને લઇ રાજકારણમાં ગરમાવો છે. ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે. ત્યારે, મતદારોને રીઝવવા પરેશ ધાનાણીએ અનોખો પ્રચાર કર્યો.