-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
શંકરની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને મગરે એનો પગ છોડી દીધો...!
શ્રાવણ સત્સંગ શંકરચાર્યજીને નવ વર્ષની ઉંમરે જીવનનો સાર સમજાઇ ચૂકયો હતો

દક્ષિણ ભારતના કાલેડી નામના એક ગામમાં આદિ શંકરાચાર્યજીનો જન્મ થયો હતો. ગામ નાનું ગામના કિનારે નદી....!
શંકરાચાર્યજી ની ઉંમર હતી ત્યારેજ તેમના પિતાનું અવસાન થયું હતું એ પછી માતાની છત્રછાયામાં તેમનો ઉછેર થયો. અને પોતાનો સમગ્ર પ્રેમ શંકર માટે જ હતો.
શંકરાચાર્યજી નાનપણમાં નદીએ નહાવા જતાં હતા તેમને માત્ર નવ વર્ષની ઉંમરમાં જીવનનો સાર સમજાઇ ચૂકયો હતો એમને નાનપણથીજ સન્યાસી બનવાની ઇચ્છા હતી.
એકવાર તેઓ બે ત્રણ મિત્રો સાથે નદીએ નહાવા ગયા ત્યાં એકાએક એક મગરે તેમના એક મિત્રનો પગ પકડી લીધો તેણે તુરત માતાને બોલાવવા કહ્યું મા...તો હાંફળી ફાંફળી થતી દોડતી આવી...! પુત્રને બચાવવા તેમ નદીમાં પડવા તૈયાર થઇ પણ શંકરે એને રોકીને કહ્યું કે મા ! હવેએ પ્રયત્ન વ્યર્થ છે. મગર એમ પણ પગ નહી છોડે.
મને લાગે છે કે, પરમકૃપાળુ પરમાત્માજ ઉગારી શકે, હું મારૂ પુરૂ જીવન પરમાત્માને સમર્પિત કરી દઉ.
પણ એક વખત નકકી થયું એટલે થયુ જ પછી માટે સન્યાસી બનીને જીવવુ પડે આપ રજા આપો તોજ આ નિર્ણય હું લઇ શકું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરૂ.
પરંતુ માં તે માં તેઓ તો એ હૃદયથી જ જીવે પોતાનું સંતાન સન્યાન્સ લેવાની વાત કરે તો ભાગ્યેજ કોઇ માં અને અનુમતિ આપે. પરંતુ અહીં તો મૃત્યુ અને સન્યાસ એ બે વચ્ચે પસંદગી કરવાની હતી.
સંતાન જીવે નહી, એના કરતાં તો સન્યાસી થઇને જીવે તો કોઇપણ લાગણીશીલ માતા બીજા વિકલ્પ માટે તૈયાર થાય માં એ કહ્યું તું ર્પ્રાથના કર અને જો મગર પગ છોડી દેતો હું તને દિક્ષા લેવાની ના નહી પાડું.શંકરની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને મગરે એનો પગ છોડી દીધો માતા અત્યંત ખુશ થઇ પણ બંને વિકલ્પમાંથી એણે પોતાના પુત્રથી અલગ થવાનું હતું. દિકરો આંખથી અળગો થાય પણ એ જીવેજ નહી એના કરતા સન્યાસી બનીને જીવે એ સારૂ છે. કયારેક તો એને મળી શકાશે...!!
કથાનો બોધ એટલો કે, માત્ર શંકરનો જ નહી પણ સૃષ્ટિ પર જન્મ લેતી પ્રત્યેક વ્યકિતનો પગ મૃત્યુરૂપ મગર મચ્છે પકડેલો છે એની પકડ એટલી મજબુત છે. કે, એકપણ વ્યકિત એમાંથી છટકી શકતી નથી.
અને સાચી માતા એજ છે જે બાળકને મૃત્યુના જીવંત ચક્રમાંથી કાયમ માટે બહાર કાઢે.
દીપક એન. ભટ્ટ
