-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST

રાજકોટ : નંદુબેન મોહનભાઇ દુધાત્રા તે ભીખુભાઇ (બાલાજી ઇન્ડસ્ટ્રીઝ), અનિલભાઇ (શ્રી રામ ઇલેકટ્રીક-સાંગણવા ચોક)ના માતુશ્રીનું તા. ૧પ રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૬ સોમવારે સાંજે ૪ થી ૬, કિંગ્સ લેન્ડ પાર્ક વાત્સલ્ય હોસ્પિટલ સામે, પરિવાર પાર્કની બાજુમાં નાના મવા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટઃ રૂરલ પોલીસ કન્ટ્રોલ રૂમના નિવૃત એએસઆઇ વનરાજસિંહ બાપુભા જાડેજા, કરણસિંહ બાપુભા જાડેજા તથા સ્વ. સજ્જનસિંહ બાપુભા જાડેજા (ગામ શાપર મોરબી) હાલ રાજકોટ રેલનગર-૨, પોપટપરા પાછળ રામેશ્વર પાર્ક-૫ના માતુશ્રી તથા બલભદ્રસિંહ, પ્રદિપસિંહ, દિવ્યરાજસિંહ અને યોગીરાજસિંહના દાદીમા લીલાબા બાપુભા જાડેજાનું દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૦/૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા ૨૮/૩ના શનિવારે રાખેલ છે.

વઢવાણ,તા.૧૬: સુરેન્દ્રનગર આંબેડકર ચોક ખાતે કિશોર ટી નામની ચાની દુકાન ચલાવતા કાળુભાઈ ઉર્ફે મહેશભાઈ શામજીભાઈ ચાવડાનું હદય રોગના હુમલામાં અવસાન થતા સ્મશાન યાત્રામાં અનેક સમાજના લોકો જોડાયા હતા. તેમના બહોળા પરિવારમાં પ્રતાપ સહિતના ચાર ભાઇ અને બે પુત્રો સુનિલ અને ભરત સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે ત્યારે ચાવડા પરિવારમાં મિલનસાર સ્વભાવના અને નિખાલસ હોવાના કારણે ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
માધુપુર ગિરના યુવા અગ્રણી સરોજભાઇ રાબડિયાનું અવસાન
જુનાગઢ : માધુપુર ગિરના પૂર્વ સરપંચ વૃજલાલભાઇ હરીદાસભાઇ રાબડિયાના પુત્ર સરોજભાઇ (ઉ.પર) તે રમેશભાઇ, હરસુખભાઇ, દામોદરભાઇના ભાઇ, કિરીટભાઇના પિતાશ્રીનું તા. ૧૪મીએ અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા આખુ ગામ શોકમય બની ગયું હતું. આખું ગામ સ્વયંભૂ સજજડ બંધ થયું હતું. ગામના તમામ સમાજમાં જબરી લોક ચાહના પ્રાપ્ત કરનાર મિલનસાર વ્યકિતત્વ સાથે સૌને ઉપયોગી સ્વર્ગસ્થ સરોજભાઇની સ્મશાનયાત્રામાં ગામના તમામ સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાઇ ગામના યુવા લોકપ્રિય, લોકસેવકને અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી.
લાભુબેન કાનાણી
રાજકોટઃ પાજોદ નિવાસી લાભુબેન મગનલાલ કાનાણી (ઉ.વ.૯૦) તે નરેન્દ્રભાઇ કાનાણી (ટીકુભાઇ)ના માતુશ્રી, રમેશચંદ્ર જમનાદાસ કાનાણીના ભાભી, અનિલાબેન મધુસુદન મૃગ (ગોંડલ), સ્વ. કિર્તીબેન રજનીકાંત સવજાણી (જામજોધપુર), નિલાબેન અશ્વિનકુમાર ઠક્કર (વેરાવળ) અને ભારતીબેન અશોકકુમાર ભુપ્તા (હૈદરાબાદ)ના માતુશ્રી તા. ૧૫ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું તા. ૧૬ના સાંજે ૪:૩૦ કલાકે પાજોદ તેમના નિવાસસ્થાને તથા સાદડી પિયર પક્ષની સાદડી પણ ત્યાં સાથે રાખવામાં આવી હતી.
મુંધીબેન મોકરીયા
કેશોદ : સ્વ. મુંઘીબેન રામભાઇ મોકરીયા તે હાજાભાઇ, કારાભાઇ, ગોવિંદભાઇ તેમજ વિજયભાઇ માલીબેન તથા હેમલતાબેન ના માતુશ્રીનું તા. ૧પ ના શ્રીજીચરણ પામેલ છે. ઉત્તર ક્રિયા રપ ને બુધવારે તેમના નિવાસ સ્થાન ગાંધીનગર સથવારા સમાજ પાસે રાખેલ છે.
તરૂબેન કવા
રાજકોટઃ લુહાર રસિકભાઈ બચુભાઈ કવાના ધર્મપત્નિ તથા દિપેશભાઈ તથા જાગૃતિબેનના માતુશ્રી તથા નંદલાલભાઈ, નવિનભાઈના ભાભી તરૂબેન રસિકભાઈ કવા (ઉ.વ.૬૪) તા.૧૫ રવિવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન સત્યમપાર્ક, શ્રીનાથજી રેસીડેન્સી બી૨૦૧, ૮૦ ફૂટ રોડ ખાતે રાખેલ છે.(મો.૯૬૩૮૮ ૮૪૯૫૭)
પ્રાગજીભાઇ ચૌહાણ
રાજકોટઃ પ્રાગજીભાઇ રામજીભાઇ ચૌહાણ (ઉ.વ.૮૬) (બાબુભાઇ ખટારા વારા) તે સ્વ.ગજીભાઇ રામજીભાઇ ચૌહાણ, મનસુખભાઇ રામજીભાઇ ચૌહાણ (મનુભાઇ) (બી.એસ.એન.એલ., ના જી. અધિકારી) કાંતીભાઇ રામજીભાઇ ચૌહાણના મોટાભાઇ તે ઉમેશભાઇ પ્રાગજીભાઇ ચૌહાણ, રમેશભાઇ પ્રાગજીભાઇ ચૌહાણ સ્વ.કમલેશભાઇ પિતાશ્રી તેજસ, અમન, સાગર, રાજવિરના દાદાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું આજેતા.૧૬ સોમવારે કુવાવાડી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી કવાટર પાસે, સાંજે ૪ થી૬ રાખેલ છે.
મીરાબેન રાચ્છ
રાજકોટઃ જીયાણાવાળા હાલ રાજકોટ, હસમુખભાઇ લાલજીભાઇ રાચ્છ (જિ. પં. - રાજકોટ)નાં પુત્ર હિતેષભાઇની પુત્રી તથા અમિતભાઇ (ઓમ બેટરી સર્વિસ)ના ભત્રીજી તથા પ્રવિણભાઇ અને પ્રફુલભાઇનાં પૌત્રીતેમજ હસમુખલાલ હીરાલાલ બુધ્ધદેવનાં દોહિત્રી મીરાબેન (ઉ.વ.૧૯)નું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા ભકિતનગર સર્કલ ધારેશ્વર મંદિરનાં ચોગાન ખાતે આજે તા.૧૬ને સોમવારે સાંજે ૪ થી પ રાખેલ છે.
ભાનુબેન પરમાર
પડધરી : વાણંદ મહેશભાઇ ભગવાનજીભાઇ પરમારના પત્ની સ્વ. વાણંદ ભાનુબેન મહેશભાઇ પરમાર (ઉ.પર) તે હાર્દિકભાઇ, અમીબેન તેમજ હેતલબેનનાં માતુશ્રી તથા વિજયભાઇ અને હિતેશભાઇના ભાભી, અને ગણેશભાઇ કુંવરજીભાઇ લખતરીયા, (રોહીશાળા) ના પુત્રીનું તા. ૧પ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૬ ના સાંજે ૪ થી ૬ ગીતાનગર, બિલેશ્વર મહાદેવ મંદિરે પડધરી ખાતે સાસરીયા અને પિયર પક્ષ બન્નેનું સાથે રાખેલ છે.
દેવચંદભાઈ કવા
રાજકોટઃ દેવચંદભાઈ હંસરાજભાઈ કવા (ઉ.વ.૭૩) તે યોગેશભાઈ, હિતેષભાઈ, મયુરભાઈના પિતાશ્રી તેમજ નાથાભાઈ દેવચંદભાઈ ડોડીયા, ધારશીભાઈ દેવચંદભાઈ ડોડીયા (માંગરોલ)ના બનેવીનું તા.૧૪ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ સોમવારે સાંજે ૪ થી ૬ શ્રી રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ૨/૭ લક્ષ્મીનગર રાજકોટ ખાતે રાખેલ છે.
નંદુબેન દુધાત્રા
રાજકોટઃ સ્વ.નંદુબેન મોહનભાઈ દુધાત્રા (ઉ.વ.૮૫) તે ભીખાભાઈ તથા અનિલભાઈના માતુશ્રી (રેલનગરવાળા), જાદવભાઈ તથા સ્વ.કેશુભાઈ તથા ગોવિંદભાઈ (ગોંડલવાળા)ના ભાભીનું દુઃખદ અવસાન તા.૧૫ને રવિવારે થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને કિંગ્સલેન્ડ પાર્ક વાત્સલ્ય હોસ્પિટલ સામે પરીવાર પાર્કની બાજુમા નાના મવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
દિવાળીબેન વરસાણી
રાજકોટઃ દિવાળીબેન રણછોડભાઈ વરસાણી (ઉ.વ.૮૮) તે સ્વ.રણછોડભાઈ ખોડાભાઈ વરસાણીના ધર્મપત્ની તેમજ કિશોરભાઈ (નિવૃત એ.જી.ઓફીસ), ચંદુભાઈ (નિવૃત સેન્ટ્રલ બેંક) અને અશ્વીનભાઈ (કોર્પોરેશન બેંક)ના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૧૪ના થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને સોમવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાન પાસે સીતારામ છાત્રાલય, હરીનગર, યુનીવર્સીટી રોડ ખાતે રાખેલ છે.
ચંપાબેન પાટડીયા
રાજકોટઃ સ્વ.સોની જેન્તીલાલ પોપટલાલ પાટડીયાના ચંપાબેન જેન્તીલાલ પાટડીયા ધર્મપત્ની તે સ્વ.અનિલભાઈ, સ્વ.ભરભાઈ, ગૌતમભાઈ તથા હસમુખભાઈ, ભુપતભાઈ, ટીનેશભાઈ તથા પ્રવિણભાઈના માતુશ્રી તે મેઘપરવાળા સ્વ.મણીલાલ મગનલાલ રાધનપુરાના બહેન તા.૧૫ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૧૬ને સોમવાર સાંજે ૩:૩૦ થી ૫ ખીજડાવાડી યુનિટ-૨, કોઠારીયા નાકા રાજકોટ ખાતે રાખેલ છે.
પ્રવિણભાઈ ઝાલા
રાજકોટઃ પ્રવિણભાઈ વસંતભાઈ ઝાલા તેઓ દિલીપભાઈના મોટાભાઈ તથા મનીષભાઈ અને હાર્દિકના પિતા તેમજ શિવમ અને નિખિલેશના દાદાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના રોજ તેમના નિવાસસ્થાનની બાજુમાં જંકશન પ્લોટ, કો.ઓ.હા.ઓ.શેરીનં.૧, ગૌરેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.
પન્નાબેન પારેખ
રાજકોટઃદ.સો.વણીક જેતપુર નિવાસી હાલ રાજકોટ જીતેન્દ્ર ઈન્દુકુમાર પારેખ (ચોકસી)ના ધર્મપત્ની પન્નાબેન (ઉ.વ.૫૪) તે વિજયભાઈ (રાજુભાઈ) પારેખના ભાઈના પત્ની તે સોનીલ પારેખ તથા અમી મીતુલ ધ્રુવના કાકી તે નયના હર્ષદકુમાર શાહના ભાભી તે અનીલભાઈ ત્રીભુવનદાસ ધ્રુવના બેન તા.૧૪ને શનિવાર શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું બન્ને પક્ષ તરફથી તા.૧૬ને સોમવારે સાંજે ૪ થી ૫ ધારેશ્વર મંદીર ભકતીનગર સર્કલ ખાતે રાખેલ છે. લોકીક ક્રિયા બંધ છે.
જીતેન્દ્રભાઈ દોશી
રાજકોટઃ દશા મોઢ માંડલીયા જીતેન્દ્રભાઈ હિંમતલાલ દોશી (ઉ.વ.૬૪) તે ચિંતનભાઈ તથા અમિતભાઈના પિતાશ્રી તે રાજુભાઈ દોશીના મોટાભાઈનું તા.૧૫ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૬ સોમવારના સાંજે ૪ થી ૬ વરીયા પ્રજાપતિ જ્ઞાતીની વાડી ૧૨, બજરંગ વાડી જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન પૂર્ણવૈરાગી
જેતલસરઃ મૂળ મોટા સખપર, હાલ રાજકોટ નિવાસી સ્વ. ધરમદાસ જાનકીદાસ પૂર્ણવૈરાગીના પત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.૬૪) તે કપિલભાઈ (રાજકોટ કોર્પોરેશન કર્મચારી), હર્ષાબેન પરેશકુમાર અગ્રાવત (અમરેલી), અંજનાબેન અભિનકુમાર અગ્રાવત (જૂનાગઢ), મીનાબેન આનંદકુમાર કુબાવત (રાજકોટ)ના માતા, કરૂણાબેનના સાસુ અને પ્રવિણદાસ પૂર્ણવૈરાગી (સખપર) ગિફટના ભાભીનું તા. ૧૫ના રોજ અવસાન થયું છે. બેસણુ તા. ૧૯ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાને 'માંની મઢુલી' ભારતીનગર-૧, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નિધિ સ્કૂલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
કેશુભાઈ સાંગાણી
અમરેલીઃ કેશુભાઈ રણછોડભાઈ સાંગાણી (ઉ.વ.૯૨) મુકામ જાળીયા, તા.જી. અમરેલી તે પરસોતમભાઈ અને રમેશભાઈના પિતાશ્રી તેમજ મનસુખભાઈ જે. રૈયાણી-અમરેલીના સસરાનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તેમના નિવાસસ્થાન જાળીયા મુકામે તા. ૧૬ થી ૧૮ સુધી રાખેલ છે.
મહેન્દ્રભાઈ પંડયા
રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મહેન્દ્રભાઈ ગટુલાલ પંડયા (ઉ.વ. ૭૭) તે સ્વ. બટુકભાઈના નાનાભાઈ તે તન્મયભાઈ અને મેઘાબેનના પિતાશ્રી તે સ્વ. વૃજલાલ ભાઈશંકર જોષી (મૂળ લોધીકા)ના જમાઈ, તે જયેશભાઈ અને અજયભાઈના કાકાનું તા. ૧૪-૩ને શનિવારે અવસાન થયુ છે. તેમનુ ઉઠમણુ તથા બેસણુ બન્ને પક્ષનું તા. ૧૬-૩ને સોમવારે સાંજે ૫ થી ૬ શ્રી હાટકેશ્વર મંદિર, નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખ્યુ છે.
કરશનભાઇ ડઢાણીયા
માળીયા હાટીના : કડાયા ગીર નિવાસી માજી સરપંચ કરશનભાઇ વેલજીભાઇ ડઢાણીયા (ઉ.વ.૭૩) તે એન. વી. ડઢાણીયાના મોટાભાઇ તેમજ જીતેન્દ્રભાઇ જયંતભાઇ અને વિજયભાઇના પિતાશ્રી તા.૧૪ના કડાયા ખાતે અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમના નિવાસ સ્થાન કડાયા ખાતે રાખેલ છે.
મોહનલાલ ભોજાણી
મોરબી : વવાણીયાવાળા મોહનલાલ દેવચંદભાઇ ભોજાણી (ઉ.વ.૯૨) તે ઘનશ્યામભાઇ અને ભાવેશભાઇના પિતા તેમજ રાજકોટ વાળા ચત્રભુજભાઇ માણેકચંદભાઇ પુજારાના જમાઇ તા. ૧૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.
ઉર્વીશાબેન
ભાણવડ : વાસજાળિયા નિવાસી હાલ ભાણવડ રહેતા જગદીશ અબોટી બ્રાહ્મણ મહેન્દ્રભાઇ બાબુલાલ જોષી તે વેરાળવાળા અનિલભાઇ ગોરના મોટાભાઇની પુત્રી ઉર્વીશાબેન તા. ૧૪ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેનું બેસણું તા. ૧૬ને સોમવારના રોજ સાંજના ૪ વાગ્યે તેમના નિવાસસ્થાને મહાલક્ષ્મી નગર ફતેપુર રોડ પટેલ સમાજ પાછળ રાખેલ છે ભાણવડ.
અરવિંદભાઈ ભીંડે
રાજકોટ : અરવિંદભાઈ ખેતશીભાઈ ભીંડે (ઉ.વ.૬૩) (કચ્છ ગામ વાઘાપઘર હાલ રાજકોટ) તે સ્વ.ચાગબાઈ ખેતશી વીરજી ભીંડેના પુત્ર તે રશ્મિબેનના પતિ, તે સ્વ.શાંતિલાલ, રાજેશભાઈ, પ્રફુલભાઈ તથા ગં.સ્વ. જયશ્રીબેન ભગવાનદાસ પોપટના ભાઈ, તે સ્વ.નારણજી ટલુરામ કતીરા કચ્છ ગામ લખપત હાલ મુંબઈના જમાઈ, તે સચિન તથા મિનલબેનના પિતા, તે સમીરકુમાર ચંદે તથા ગાયત્રીના સસરા તે ગં.સ્વ.વર્ષાબેનના દિયર તથા આશાબેન અને દિપ્તીબેનના જેઠ, તે દુર્વા તથા કુંજના નાનાનું તા.૧૫ના રાજકોટ મુકામે રવિવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૭ના મંગળવારના સાંજે ૪ થી ૫ આર.એમ.સી. હુડકો કવાર્ટર કોમ્યુનિટી હોલ, આર.ટી.ઓ. ઓફીસ પાછળ, જૂના માર્કેટ યાર્ડની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૨૪૯ ૫૭૪૨૫.
કિશોરભાઈ બાબરીયા
રાજકોટ : જેતપુર નિવાસી હાલ રાજકોટ શાહ કિશોરભાઈ હિંમતલાલ બાબરીયા (નિવૃત બેંક ઓફ બરોડા) જે સુધીરભાઈના મોટાભાઈ તથા નિકુંજ, રિતેશ (પી. શાહ એન્ડ કું.)ના પિતાનું રાજકોટ મુકામે તા.૧૫ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનંુ બેસણું તા. ૧૬ના સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે મોઢ વણિક વિદ્યાર્થી ભવન, ૫- રજપૂતપરા મુકામે રાખેલ છે.