-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
" સિંધુ જળ સમજૂતી " : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારને આજ 60 વર્ષ પુરા થયા : 19 સપ્ટેમ્બર 1960 ના રોજ વિશ્વ બેંકે મધ્યસ્થી કરી બંને દેશ વચ્ચે પાણીના બટવારા માટે કરાર કરાવ્યા હતા

ન્યુદિલ્હી : અખંડ ભારતના વિભાજન પછી અસ્તિત્વમાં આવેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેથી પસાર થતી સિંધુ નદીના પાણીની વહેંચણી અંગે વિવાદ થતા બંને દેશ વચ્ચે સમાધાન કરાવી વિશ્વ બેંકે ' સિંધુ જળ સમજૂતી ' કરાર કરાવ્યા હતા.જેને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના કરાર ગણાવાયા હતા.
પરંતુ આ કરાર થયા પછી પણ પાણીની વહેંચણી અંગે બંને દેશ વચ્ચે વારંવાર વિવાદો થયા છે.તથા સબંધો બગડયા છે.જે મુજબ ભારતે પોતાના વિસ્તારના પાણીના પ્રવાહમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તૈયાર કરેલી યોજના સામે પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો હતો.
હકીકતમાં સિંધુ નદીની સાથોસાથ બંને દેશની બોર્ડર ઉપરથી પસાર થતી ઝેલમ ,ચિનાબ ,રાવી ,બ્યાસ ,તથા સતલજનાં પાણીનો પણ સિંધુ જળ નદી કરારમાં સમાવેશ કરાયો છે.જેના ઉપર ભારતે બંધો બાંધતા આ નદીઓનું પાણી રોકાઈ જવાથી પાકિસ્તાનને પૂરતું પાણી ન મળતું હોવાની ફરિયાદ અવારનવાર થાય છે.પરંતુ કરારમાં કરાયેલી જોગવાઈ મુજબ રાવી ,બ્યાસ ,તથા સતલજનાં પાણી ઉપર ભારતનો સર્વાંગી અધિકાર છે.તેથી તેના ઉપર બાંધવામાં આવતા બંધો સામે પાકિસ્તાન વાંધો લઇ શકે નહીં.