-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Friday, 18th September 2020
ગુમ થયો હોવાથી મૃતક મનાતો પુત્ર પાંચ વર્ષે પરત આવ્યો : 2015 ની સાલથી પાકિસ્તાનની જેલમાં બંધ હતો : મધ્ય પ્રદેશના વતની અનિલ સાકેતનો પરિવાર ખુશખુશાલ : પત્નીએ 3 વર્ષ સુધી રાહ જોયા પછી બીજા લગ્ન કરી લીધા

રિવા એમ.પી.: 2015 ની સાલથી પાકિસ્તાનની જેલમાં બંધ મધ્ય પ્રદેશનો યુવાન અનિલ સાકેત તાજેતરમાં મુક્ત થવાથી વાઘા બોર્ડર મારફત વતન રિવા મુકામે પરત પહોંચતા પરિવાર અને ગામજનોએ તેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું .
અનિલ ભૂલથી ભારતની બોર્ડર ઓળંગી પાકિસ્તાનની હદમાં જતો રહ્યો હતો.તેથી ગેરકાયદે ઘુસવા બદલ પાકિસ્તાન સરકારે તેને જેલમાં ધકેલી દીધો હતો.પરંતુ પરિવાર આ બાબતથી અજાણ હોવાથી તેઓએ વર્તમાન પત્રોમાં તે ગુમ થયાની જાહેરાત પણ છપાવી હતી.તેમછતાં તેનો કોઈ પતો નહીં લાગતાં નિરાશ થઇ તે મૃત્યુ પામ્યો હશે તેવું અનુમાન કરી લીધું હતું .
તેની પત્નીએ પણ 3 વર્ષ સુધી રાહ જોયા પછી બીજા લગ્ન કરી લીધા હતા.હવે આ યુવાન હેમખેમ પરત આવતા પરિવારજનો ખુશ થઇ ગયા છે.જોકે તે ઘરભંગ થવાનો અફસોસ પણ વ્યક્ત કરી રહ્યા છે.
(8:47 pm IST)