-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમેરીકામાં શ્રીનાથજી હવેલી અર્વાઈન મુકામે હોલી ઉત્સવ ઉજવાયો : હોલી ગીતોની રમઝટ ,હોલી પૂજન ,હોલિકા દહન તથા અબીલ ગુલાલના છંટકાવ સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

શ્રીનાથજી હવેલી અર્વાઈન ખાતે હોલી -ધુળેટી નિમિત્તે હોલીકા દહન કરી હોલી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
વ્રજભુમિ નું વૈષ્ણવોને મન અનેરૂ મહત્વ છે. અને વ્રજની હોલી ઉજવણી અનેરી ગણાય.
કહેવાય છે એ કે '' સબ જગ હોરી યા વ્રજ હોરી '' એટલે કે બધી જગ્યાઓ એ માત્ર બે-ત્રણ દિવસની હોલી ઉજવણી હોય છે પરંતુ વ્રજ માં તો મહીના સુધી ઉજવણી કરવામાં આવે છે.
શ્રી ક્રુષ્ણ અને રાધા તથા ગોપીયો સાથે હોલી રમવા નંદગાંવ થી ગોવાળો બરસાના આવતા હતા અને ગોપીયો તેમને લાઠીઓથી મારતી હતી. આ અનોખી હોલીને લઠ્ઠમાર હોલી કહેવામાં આવે છે. દક્ષિણ કેલીફોર્નિયાના અર્વાઈન શહેર મધ્યે આવેલ શ્રીનાથજી હવેલી ખાતે છેલ્લા બે વર્ષથી વૈષ્ણવોનું આવું જ વ્રજધામ રચાયું છે.
અર્વાઈન ની શ્રીનાથજી હવેલી ખાતે આસપાસનાં શહેરો જેવાં એ અર્વાઈન,ટસ્ટીન,શાંતા અન્ના,એનાહિમ,ફાઉન્ટન વેલી,લગુના નીગેલ,સેન ક્લેમેન્ટી તથા મિશન વિજો વગેરે માં વસતાં વૈષ્ણવો છેલ્લા એક માસથી દર રવિવારે ' હોલી કે રસિયા' (હોલી ગીત ) ની મજા માણતા હતા.
હવેલીના મુખ્યાજી પંકજજી વ્યાસ તથા મુખ્યાણીજી શ્રીમતિ નેહાબેન વ્યાસના મધુર કંઠે હોલી ગીતો સાથે વૈષ્ણવો નાચી ઉઠે છે અને છેલ્લા ત્રણ દિવસથી રવિવારે ૮ માર્ચ સુધી રોજ હોલીગીતો ની રમઝટ ચાલી હતી. તથા સોમવાર તા. ૯ મી માર્ચ ના રોજ હવેલી ખાતે હોલીકા પૂજન અને હોલીકા દહન નો કાર્યક્રમ માં સોમવાર હોવા છતાં સાંજના સમયે ખૂબ મોટી સંખ્યા માં વૈષ્ણવો હાજર રહી હોલી પૂજન વિધિમાં ભાગ લીધો હતો અને હોલીકા દહન બાદ વૈષ્ણવો એક બીજાને અબીલ-ગુલાલનો છંટકાવ કરી આનંદ માણ્યો હતો. તેમજ મંગળવાર ના તા. ૧૦ માર્ચ ના રોજ સવારના ૧૦ થી ૧ સુધી દોલ ઉત્સવ નિમિત્તે પણ ખુબજ પ્રમાણમાં વૈષ્ણવો ની હાજરી નોંધપાત્ર હતી. આમ આખા માસથી ચાલતી હોલી ઉત્સવની ઉજવણી છેલ્લા ત્રણ દિવસો માં ખૂબજ ધામધૂમથી ઉજવાઈ હતી.તેવું માહિતી શ્રી ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી , કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.