Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવારો બર્ની સેન્ડર્સ અને જો બિડનની રેલી રદ : કોરોના વાઇરસ સામે સાવચેતીના પગલાં રૂપે ગઈકાલ મંગળવારની ઓહિયો ખાતેની રેલી રદ : સ્વાસ્થ્ય મંત્રાલયની અપીલને ધ્યાનમાં લીધી

ઓહિયો : અમેરિકાના વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા મેદાનમાં ઉતરેલા બે સબળ ડેમોક્રેટ ઉમેદવારો બર્ની સેન્ડર્સ અને જો બીડને તેમની ગઈકાલ મંગળવારના રોજ ઓહિયો મુકામે આયોજિત રેલી કોરોના વાઇરસ સામે સાવચેતીના પગલાંરૂપે  રદ કરી છે.
બંનેના ચૂંટણી કમપેન દ્વારા જણાવાયા મુજબ તેઓએ સ્વાસ્થ્ય મંત્રાલયના આદેશને માન આપી ઉપરોક્ત નિર્ણય લીધો છે.આગામી ચૂંટણી પ્રચાર રેલીઓ અંગે વાતાવરણ તથા પરિસ્થિતિને ધ્યાને લઇ નિર્ણય લેવાશે જે અંગે સમર્થકોને વાકેફગાર કરશે.તેઓએ રેલીમાં ભાગ લેવા ઉત્સુક તમામ સમર્થકોનો આભાર માન્યો હતો.

(12:01 pm IST)