-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
IPL -2020 :રોમાંચક મેચમાં બેંગ્લોરે 10 રને હૈદરાબાદને હરાવ્યું : ચહલે ત્રણ વિકેટ ઝડપી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ

દુબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવ્યું હતું વિરાટ સેનાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં એબી ડિવિલિયર્સ (51) અને દેવદત્ત પડિક્કલ (56)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલોર તરફથી ચહલે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
આરસીબીએ આપેલા 164 રનનો પીછો કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમને પ્રથમ ઝટકો કેપ્ટન ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ રીતે માત્ર 6 રન બનાવી રનઆઉટ થયો હતો. આમ ટીમે 18 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ મનીષ પાંડે અનેજોની બેયરસ્ટોએ બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 89 રન હતો ત્યારે મનીષ પાંડે (34) રન બનાવી આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જોની બેયરસ્ટોએ શાનદાર ફોર્મ જારી રાખતા 43 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ (12)ને શિવમ દુબેએ બોલ્ડ કર્યો હતો.
અભિષેક શર્મા (7) રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ 18મી ઓવરમાં નવદીપ સૈનીએ ભુવનેશ્વર કુમાર (0) અને રાશિદ ખાન (6)ને બોલ્ડ કર્યાં હતા. બેંગલોર તરફથી ચહલે 18 રન આપીને ત્રણ, નવદીપ સૈની તથા શિવમ દુબેએ બે-બે વિકેટ ઝડપી હતી. તથા ડેલ સ્ટેનને એક સફળતા મળી હતી.
એક સમયે લાગી રહ્યું હતું કે હૈદરાબાદની ટીમ આસાનીથી મેચ જીતી જશે. ત્યારે ઈનિંગની 16મી ઓવર ફેંકવા આવેલ યુજવેન્દ્ર ચહલે બેંગલોરની વાપસી કરાવી હતી. તેણે પહેલા જોની બેયરસ્ટો (61)ને બોલ્ડ કર્યો અને ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિજય શંકર (0)ને બોલ્ડ કર્યો હતો.