-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
લદાખમાં રાફેલ, તિબેટમાં ચાઈનાનો મિસાઇલ મારો
ભારત અને ચીન વચ્ચે હાલમાં તણાવ ચાલી રહ્યો છે : રાફેલ ફાઈટરે અભ્યાસ હાથ ધર્યો : ચીને પણ મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું હતું અને મોટા પ્રમાણમાં દારૂગોળા વરસાવ્યા

નવી દિલ્હી,તા.૨૧ : ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને આ દરમિયાન ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મીએ લદાખ પાસે પોતાના વિસ્તારમાં વ્યાપક યુદ્ધ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ દરમિયાન તેણે મિસાઈલનું પણ ટેસ્ટિંગ કર્યું હતું અને દારૂગોળા વરસાવ્યા હતા. તેણે જમીનથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઈલનું પણ પરિક્ષણ કર્યું હતું. બીજી તરફ ભારતીય એરફોર્સમાં તાજેતરમાં જ સામેલ થયેલા રાફેલ ફાઈટર જેટે પણ લદાખના આકાશમાં ચક્કર લગાવ્યા હતા. ડિફેન્સ સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે અંબાલા એરબેઝ પર ૧૦ સપ્ટેમ્બરે સામેલ કરવામાં આવેલા પાંચ રાફેલ જેટે લદાખના વાતાવરણને અનુકૂળ થવા માટે તાજેતરના દિવસોમાં ઉડાન ભરી હતી. રાફેલના પાઈલોટોએ લદાખની પરિસ્થિતિથી પોતાને અનુકૂળ બનાવવા માટે અંબાલાથી લદાખ ઉડાન ભરી હતી. નોંધનીય છે કે રાફેલ વિશ્વના સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ્સમાં સામેલ છે.
ભારતે ફ્રાન્સ પાસેથી આ વિમાનો ખરીદ્યા છે. જે ૨૯ જૂલાઈએ ભારતમાં અંબાલા એરબેઝ આવી પહોંચ્યા હતા. રાફેલે દિવસ અને રાત્રે બંને અલગ-અલગ પરિસ્થિતિમાં ઉડાન ભરી હતી. રાફેલના પાયલોટ ત્યાંના વાતાવરણ અને હવામાનથી પરિચીત થઈ જાય તે માટે ઉડાન ભરવામાં આવી હતી. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે એક વિડીયો જારી કરીને જણાવ્યું છે કે તિબેટ સૈન્ય કમાન્ડના ચીની સૈનિકોએ રાત્રે યુદ્ધનો વ્યાપક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ સમુદ્ર તટથી ૪૫૦૦ મીટરની ઊંચાઈ પર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીનની સેનાએ જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો, રોકેટ અને હોવિત્ઝર તોપોનો ઉપયોગ કર્યો હતો. ડિફેન્સ સૂત્રોએ જણાવ્યું હતું કે રાફેલ ઉપરાંત કેટલાક મિરાજ વિમાનોને પણ ઉડાન ભરતા જોવા મળ્યા હતા. જોકે, રાફેલના આગમનથી ઈન્ડિયન એરફોર્સની તાકાત ઘણી વધી ગઈ છે. મિડએર રિફ્યુલિંગ વગર ૪.૫ જનરેશનના રાફેલ જેટ ૭૮૦થી ૧,૬૫૦ કિમી સુધી જઈ શકે છે. જોકે, આ તેમના અલગ-અલગ ઓપરેશન પર આધાર રાખે છે.