-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ચીને અતિ આધુનિક હુમલો કરનારી મોટર બોટ સાથે નૌકાસેનાને પેંગોંગ સરોવરમાં તૈનાત કરી : ચિંતાજનક સ્થિતિ

લદાખમાં સરહદ ઉપર બંને દેશો વચ્ચે ભારે તનાવને શાંત કરવા લશ્કરના જનરલ સ્તરે વાતચીત ચાલી રહી છે ત્યારે ચીને તેની નૌકાસેનાને પણ પેંગોંગ ઝીલમાં અતિ આધુનિક એસોલ્ટ મોટર બોટોને ઉતારી હોવાના ખબર મળે છે : વિશ્વની નૌકાસેનાની વિગતો આપતી વેબસાઈટ નેવલ ન્યુઝ ડોટ કોમે આ વિગતોને જાહેર કરી છે : ચીને હમણા જ તૈયાર કરેલી ૯૨૮-ડી નામની યુદ્ધમાં વપરાતી અતિ આધુનિક મોટર બોટો પેંગોંગ ઝીલમાં ખડકી દીધી છે : દેખાવમાં આ બોટો નાની લાગે છે પરંતુ હુમલો કરવામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે : આ બોટ ઉપર ૧૧ સૈનિકો અને ૩ મશીનગનો હુમલો કરવાની પોઝીશનમાં ૨૪ કલાક તૈયાર હોય છે : કલાકની ૩૮.૯ નોટીકલ માઈલની સ્પીડ ધરાવે છે : દરમિયાન ફિંગર - ૪ અને ૫ વચ્ચે આ બોટો માટે નવુ ડોકયાર્ડ તૈયાર કરેલ છે : આ વેબસાઈટના જણાવ્યા મુજબ ચીની લશ્કરે લગભગ ૨ ડઝન આવી મોટરબોટો અને ૩૦૦થી વધુ નૌકાદળના સૈનિકો અને કમાન્ડો સાથે તૈનાત કરી રહેલ છે : દેશના સંરક્ષણ વર્તુળો આને ચિંતાજનક ગણાવી રહ્યા છે : પેંગોંગ ઝીલનો ૭૫% હિસ્સો ચીનના કબ્જામાં છે : ભારતે પણ મારકોસ કમાન્ડોની ટુકડીઓને કાશ્મીરના વુલ્લર સરોવરમાંથી ભારતીય વિસ્તારમાં ચોકી પહેરા માટે અને જરૂર પડયે હુમલો કરવાની સ્થિતિમાં ભારતીય સેનાના જવાનોની મદદમાં તૈનાત કરી છે