-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના બાદ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગના સંકટોઃ પ્રસિદ્ધ અમેરિકી ભાષાવિદ અને રાજનીતિક વિશ્લેષક નોમ ચોમસ્કીનો દાવો

નવી દિલ્હી: જો કોરોનામાંથી માનવજાતિ ઉગરી ગઈ તો પણ ત્યારબાદ આવનારા બીજા બે સંકટોથી આ દુનિયાને કોણ બચાવશે? માનવતા પર મંડરાઈ રહેલા બે મોટા સંકટોની સામે કોરોના મહામારી તો કઈ જ નથી. નોમ ચોમસ્કીએ દુનિયાને ચેતવતા કહ્યું છે કે કોરોનાથી પણ બહુ મોટા બે ભયાનક સંકટ દુનિયાના અસ્તિત્વ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેના પર કોઈ વિચારે છે ખરા?
કોણ છે આ નોમ ચોમસ્કી
92 વર્ષના એવરમ નોમ ચોમસ્કી અમેરિકાના પ્રમુખ ભાષાવૈજ્ઞાનિક, દાર્શનિક, રાજનૈતિક વિશ્લેષક, લેખક અને વ્યાખ્યાતા છે. તથા હાલમાં તેઓ મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના રિટાયર્ડ પ્રોફેસર છે. ચામસ્કીને જેનેરેટિવ ગ્રામના સિદ્ધાંતના સૂચક અને વીસમી સદીના ભાષાવિજ્ઞાનમાં સૌથી મોટા યોગદાનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. આર્ટ્સ અને હ્યુમેનિટિઝ સાયન્ટેશન ઈન્ડેક્સ મુજબ નોમ ચામસ્કી આજ સુધી કોઈ પણ સમયકાળમાં આઠમાં સૌથી મોટા ક્વોટેડ લેખક છે.
કઈ છે આ આફતો અને બંને Impending crises નો શું ઉકેલ છે?
પ્રસિદ્ધ અમેરિકી ભાષાવિદ અને રાજનીતિક વિશ્લેષક નોમ ચોમસ્કીનો દાવો છે કે કોરોના મહામારી બાદ કે તેની સાથે આવનારા આ બે સંકટો કે જેના ઉકેલ અંગે હાલ દુનિયામાં કોઈએ વિચાર્યું નથી. કોરોના આ બંને વૈશ્ચિક સંકટો સામે કઈ જ નથી. ચોમસ્કીના જણાવ્યાં મુજબ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ આ બે એવા સંકટો છે કે જે માનવ સભ્યતાના વિનાશને આમંત્રણ આપી શકે છે.
'બંને આફતો બહુ દૂર નથી'
સૌથી ડરામણી વાત જે ચોમસ્કીએ કહી તે એ છે આમ તો જો કોરોના વાયરસ મહામારી ઘણી ગંભીર સમસ્યા છે પરંતુ હાલના સમયમાં જે પ્રકારે વૈશ્વિક રાજકારણ અને આર્થિક હાલાતમાંથી દુનિયા પસાર થઈ રહી છે તે જોતા આ બંને આફતો હવે આપણાથી બહુ જોવા નથી મળી રહી. ચોમસ્કીએ કહ્યું કે કોરોના મહામારીથી તો આપણે બચી જઈશું પરંતુ બાકીના આ બે વૈશ્વિક જોખમોથી પાર પડવું એ અશક્ય હશે અને આ આફતો દુનિયાને તબાહ કરી નાખશે.