-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સેન્સેન્સ ઇન્ટ્રાડે ૭પ૦ પોઇન્ટ ડાઉનઃ નીફટીએ ૧૧૩૦૦ની સપાટી તોડી : એરટેલ-ઇન્ડસ બેંક તૂટયા
ડોલર સામે રૂપિયો ૭ પૈસા વધીને ૭૩.૩૮ પર પહોંચી ગયો : નિફ્ટીમાં ૨૫૪ પોઇન્ટનો ઘટાડો :ઈન્ડસઈન્ડ બેન્કમાં સૌથી મોટો ૮ ટકાનો કડાકો :એરટેલ, ટાટા સ્ટીલ, ICICI બેન્ક, એક્સિસના શેરના ભાવ તૂટ્યા

મુંબઈ, તા.૨૧ : વૈશ્વિક સ્તરે વેચવાલી વચ્ચે સ્થાનિક શેરબજારમાં સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) ના સેન્સેક્સમાં ૮૧૨ પોઇન્ટનો ઘટાડો થયો છે. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૧૧.૬૮ અંક એટલે કે ૨.૦૯ ટકા ઘટીને ૩૮,૦૩૪.૧૪ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૨૫૪.૪૦ પોઇન્ટ એટલે કે ૨.૨૧ ટકા ઘટીને ૧૧,૨૫૦.૫૫ ની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં ઈન્ડસઇન્ડ બેક્ન સૌથી વધુ નબળો રહ્યો હતો. તેમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ ઉપરાંત અન્ય મોટા શેરોમાં જે ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, મારુતિ, એક્સિસ બેંક અને ઓએનજીસીના શેરોમાં પણ ગિરાવટ આવી હતી. બીજી તરફ, નફાકારક શેરોમાં કોટક બેંક, ઇન્ફોસીસ અને ટીસીએસનો સમાવેશ થાય છે.
વેપારીઓના મતે યુરોપમાં કોવિડ -૧૯ ના વધતા જતા મામલાની ચિંતા વચ્ચે વિશ્વના મુખ્ય શેર બજારોમાં અચાનક વેચવાલીની અસર સ્થાનિક શેર બજારોમાં પડી હતી. વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં ચીનના શાંઘાઈ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સિઓલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. યુરોપમાં મોટા વેપારમાં પણ શરૂઆતના વેપારમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. દરમિયાન, વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૨.૦૪ ટકા ઘટીને ૪૨.૨૭ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. અહીં વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૭ પૈસા મજબૂતી સાથે યુએસ ડોલર સામે ૭૩.૩૮ ની સપાટીએ બંધ રહ્યો છે.
સ્થાનિક શેરબજારમાં ઘટાડા છતાં, ડોલર સામે રૂપિયો ૭ પૈસાના વધારા સાથે ૭૩.૩૮ (પ્રોવિઝનલ) પર બંધ રહ્યો છે. ઇન્ટરબેક્ન વિદેશી વિનિમય બજારમાં, સ્થાનિક ચલણ યુએસ ડોલરની સામે ૭૩. ૪૩ ની સપાટીએ ખુલ્યું હતું અને ટ્રેડિંગના અંતે ડોલર સામે ૭૩.૩૮ પર બંધ થયું હતું, જે પાછલા બંધ ભાવ કરતા સાત પૈસાના વધારાને સૂચવે છે. શુક્રવારે રૂપિયો યુએસ ડોલર સામે ૭૩.૪૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કામકાજમાં, સ્થાનિક ચલણે યુએસ ડોલર સામે ૭૩.૨૬ની ઉપલી સપાટી અને ૭૩.૫૦ ની નીચલી સપાટી જોવા મળી. દરમિયાન, છ મોટી કરન્સી સામે યુએસ ડોની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ ૦.૨૯ ટકા વધીને ૯૩.૧૯ પર પહોંચી ગયો. શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં ચોખ્ખા ખરીદનાર હતા અને તેઓએ શુક્રવારે સમગ્રતઃ આધારે ૨૦૫.૧૫ કરોડના શેર ખરીદ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો ૨.૦૪ ટકા ઘટીને ૪૨.૨૭ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.