-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
નિષ્ઠા રાણપરાએ કોરોનાને કવિતા રૂપે આલેખ્યોઃ પુસ્તક ''સનસાઇન એન્ડ હોપ''

રાજકોટઃ પંકજભાઈ ગણાત્રા (અમેરિકા) ની ભાણેજ જયશ્રી રાણપરા કે જેઓ રાજકોટની માતુશ્રી વીરબાઇમાં મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજમાં લેકચરર છે. તેમની દિકરી નિષ્ઠા રાણપરાએ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાંથી માર્ચ ૨૦૨૦માં પોતાનું ગ્રેજયુએશન માઇક્રોબાયોલોજી વિષય સાથે પૂરું કરેલ છે. નાનપણથી જ વાંચવા અને લખવાની શોખીન નિષ્ઠાનું હાલમાં જ પ્રથમ પુસ્તક સનસાઈન એન્ડ હોપ પ્રસિદ્ઘ થયું. જેમાં તેણીએ કોરોનાના સંદર્ભમાં મનુષ્યએ કઈ રીતે કુદરત અને કુદરતના અન્ય સર્જન પર આધિપત્ય જમાવી કુદરતની સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખી તેની વાત નાની નાની કવિતાઓ દ્વારા દર્શાવી છે. ફકત ૨૧ જ વર્ષેની ઉમરમાં આ તેણીનું પ્રથમ ISBN નંબર ધરાવતું પુસ્તક છે. રાજકોટની જનતા માટે આ પુસ્તક યુનીવર્સીટી રોડ પર આવેલી પ્રખ્યાત યુ એન્ડ બૂકસ વર્લ્ડ પરથી મળી શકશે. આ સાહિત્ય સર્જન બદલ નિષ્ઠા રાણપરાને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.