-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અનલોક : સપ્ટેમ્બરમાં વીજળીની ખપત વધી ઈમ્પોર્ટ ડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં પણ વધારો
જૂન, જુલાઈ અને ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં રેલવેમમાં માલસામાનની હેરફેર વધુ

નવી દિલ્હી : કોરોના સંક્રમણના મામલાઓ ભલે દેશમાં મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે પરંતુ સામે ચાલુ મહિનામાં આર્થિક તેજીના આંકડા પણ નજરે પડી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ઇ-વે બિલ, વીજળીની ખપત અને પેમેન્ટ કરવાના દરમાં વૃદ્ધિ દેખાઈ છે જે અર્થતંત્ર માટે સારો સંકેત માનવામાં આવે છે
એક અહેવાલ અનુસાર હાઈ ફ્રીક્વેન્સી ઇન્ડસ્ટ્રીઝમાં સતત સુધારો જોવા મળી રહ્યા છે. વીજળીની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં પેમેન્ટ્સ ડેટા અને ઇમ્પોર્ટ ડ્યુટી ક્લેક્શન પણ પ્રગતિમાં દેખાઈ રહ્યુંછે. યુપીઆઈ ,આઈએમપીએસ, ફાસ્ટ ટેગ દ્વારા આર્થિક વ્યવહાર ઓગસ્ટની સરખામણીએ વધ્યો .છે
જૂન, જુલાઈ અને ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં રેલવેમમાં માલસામાનની હેરફેર વધુ થઈ રહી છે. કોરોના પછી અનલોકની પરિસ્થિતિમાં ભારતની રિકવરીનો દર ઘણો ધીમો માનવામાં આવી રહ્યો છે. ભારતમાં હજુ સામાન્ય જીવન જીવતા લોકો ડર અનુભવે છે ઘરની બહાર નીકળવાનું ટાળવામાં આવે છે જેની અસર માર્કેટમાં ડિમાન્ડ ઉપર પડી રહી છે જોકે સપ્ટેમ્બરમાં આગળના મહિનાઓની સરખામણીમાં બજારમાં ચલપહલ વધી છે. ભારતમાં ઓગસ્ટમાં ૧૩.૮૫ લાખ કરોડના ૪.૮૭ કરોડ ઈ - વે બિલ જનરેટ થયા છે. જુલાઈમાં ૧૩.૬૬ લાખ કરોડના ૪.૭૬ કરોડ ઈ - વે બિલ જનરેટ થયા હતા પરંતુ સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ સારી દેખાઈ રહી છે.