-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોનાનો કહેરઃ વિશ્વમાં કુલ કેસ ૩.૧ર કરોડ મૃત્યુઆંક ૯.૬પ લાખઃ ભારતમાં કુલ કેસ પ૪ લાખ ઉપર
ભારતમાં ર૪ કલાકમાં ૮૬૯૬૧ નવા કેસઃ ૧૧૩૦ના મોતઃ કુલ મૃત્યુ ૮૭૮૮રઃ એકટીવ કેસ ૧૦ લાખ ઉપર

નવી દિલ્હી તા. ર૧ :.. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો સિલસિલો ચાલુ જ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા પ૪ લાખને પાર કરી ગઇ છે.
છેલ્લા ર૪ કલાકમાં ૮૬૯૬૧ નવા કેસ આપ્યા છે. જે પછી કુલ સંક્રમીતોની સંખ્યા પ૪,૮૭,પ૮૦ ની થઇ છે. આ દરમ્યાન ૧૧૩૦ લોકોના મોત થયા છે. અને ૯૩૩પ૬ દર્દી સાજા થયા છે. રાહતની વાત એ છે કે સતત ત્રીજો દિવસ છે કે જયારે નવા કેસથી વધુ લોકો સાજા થયા છે.
દેશમાં કુલ એકટીવ કેસ ૧૦,૦૩,ર૦૯ છે અને કુલ મૃત્યુઆંક ૮૭૮૮ર છે. ગઇકાલે ૭,૩૧,પ૩૪ ટેસ્ટ થતા કુલ ટેસ્ટ ૬,૪૩,૯ર,પ૯૪ થયા છે. વિશ્વની વાત કરીએ તો કુલ ૩,૧ર,૩૭,પ૩૯ કેસ થયા છે અને ૯,૬પ,૦૬પ લોકોના મોત થયા છે. વિશ્વમાં ૭૪,૪ર,૭૯૬ એકટીવ કેસ છે, અમેરિકામાં ૭૦,૦૪,૭૬૮ કેસ અને ર,૦૪,૧૧૮ મોત થયા છે તે પછી ભારત પ૪,૮૭,પ૮૦ અને ૮૭૮૮ર મોત સાથે બીજા ક્રમે અને બ્રાઝીલ ૪પ,૪૪,૬ર૮ કેસ અને ૧,૩૬,૮૯પ મોત સાથે ત્રીજા ક્રમે છે.