-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોન્ટ્રાકટ લેબર વ્યવસ્થામાં તોળાતા ફેરફારો
સરકાર વ્યવસ્થા વધુ ઉદાર બનાવી રહી છે : શ્રમ સંહિતા સંસદના ટેબલે

નવી દિલ્હી તા. ૨૧ : રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સરકારે દેશમાં કોન્ટ્રાકટ લેબર સિસ્ટમને ઉદાર બનાવવા માટે શનિવારે સંસદમાં શ્રમ સંહિતા રજૂ કરી, જેના હેઠળ કંપનીઓને આવા લેબર નિયુક્ત કરવાની આઝાદી મળશે.
ધંધાકીય સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામકાજની સ્થિતિ (ઓએસએચ) સંહિતા વિધેયક ૨૦૨૦ હેઠળ કંપનીઓને કોન્ટ્રાકટ પર મજૂર નિયુક્ત કરવાની સવલત અપાશે. જો કે તેમાં કારખાનાના સંચાલનમાં મુખ્ય અને બિનમુખ્ય ગતિવિધિઓની અવધારણા સામેલ કરવામાં આવી છે. વિધેયકમાં વધુમાં વધુ કંપનીઓને કોન્ટ્રાકટ લેબર કાનૂનના વ્યાપમાંથી બહાર કાઢવા માટે કંપનીઓના આકારની સીમા વધારવાની જોગવાઇ છે. કોન્ટ્રાકટ લેબર છટણી અને લેબર યુનિયનના દાયરાથી બહાર હોય છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા ધંધા માટે એક સારી પહેલ છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિધેયક સંહિતા, ૨૦૨૦માં જોગવાઇ છે કે ઉદ્યોગ પોતાની જરૂરીયાત અનુસાર નિヘતિ મુદ્દત માટે કોન્ટ્રાકટ પર કામદારોને નિયુકત કરી શકે છે અને તેમાં કોઇ સેકટર અથવા ઉદ્યોગો બાબતે પાબંદી નથી અને તેમાં કોઇ કોન્ટ્રાકટરને સામેલ કરવાની જરૂર નથી.
સરકારે આવા કામદારોને નિયુક્ત કરવાની કોઇ મુદત નક્કી નથી કરી અને તેના રિન્યુઅલ બાબતે પણ કોઇ જોગવાઇ નથી કરી. ચીન અને વિએટનામ જેવી વિકાસશીલ અર્થવ્યવસ્થામાં પણ આવા પ્રકારના જ નિયમો છે. સરકારે કંપનીઓના વર્તમાન શ્રમ બળને નિヘતિ મુદ્દતના શ્રમિકોમાં ફેરવવાના પ્રસ્તાવને પણ નામંજૂર કરી દીધો છે.
પ્રસ્તાવિત ઓએસએચ સંહિતામાં કહેવાયું છે કે કોઇ પણ સંસ્થામાં મુખ્ય ગતિવિધિઓ માટે કોન્ટ્રાકટ પર શ્રમિકોને નિયુકત કરવા પ્રતિબંધિત છે. જે ઉદ્દેશથી એ સંસ્થા સ્થાપવામાં આવી હોય અને એવી કોઇપણ ગતિવિધિ જે તેના માટે જરૂરી હોય તેને મુખ્ય ગતિવિધિઓમાં ગણવામાં આવશે. પણ સાફ સફાઇ, સિક્યુરીટી, કેન્ટીન, હાઉસકીપીંગ, ગાર્ડનીંગ વગેરેને મુખ્ય ગતિવિધિ નહી ગણાય જો સંબંધિત સંસ્થાનો તે મુખ્ય કારોબાર નહીં હોય.