-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયા
કૌભાંડ... છેતરપીંડી - ટેકસ ચોરીનો મોટો સનસનીખેજ ખુલાસો
બેંકોની ભૂમિકા ઉપર પણ મોટો સવાલ : અમેરિકી સરકારના એક વિભાગના ગુપ્ત દસ્તાવેજોના હવાલાથી અનેક મોટા ધડાકાભડાકા : ફીનસેનના દસ્તાવેજોમાં અગસ્ટાવેસ્ટલેન્ડ, એરસેલ મેકસીસ કેસ, ૨જી સ્કેમ, રોલ રોયલ્સ લાંચકાંડ સાથે જોડાયેલ કંપનીઓ અને લોકોના નામ સામેલ છે

નવી દિલ્હી તા. ૨૧ : અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ફાઇનાન્સીયલ ક્રાઇમ એનફોર્સમેન્ટ નેટવર્ક (ફીનસેન)ની પાસે ભારતમાં કૌભાંડકારો, ભ્રષ્ટ નૌકરશાહો અને બેંકને છેતરનાર લોકોની એક એવી યાદી છે જે જાહેર થાય તો ભારતના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે. ઇન્ટરનેશનલ કન્સોર્ટીયમ ઓફ ઇન્વેસ્ટીગેટીવ જર્નલીસ્ટની મદદથી આ નામોનો ખુલાસો પણ થવા લાગ્યો છે. અત્રે નોંધનિય છે કે, ફીનસેન ફાઇલ્સે જે નામોની યાદી તૈયાર કરી છે તેની માહિતી હવે ૮૮ દેશોના ૧૦૯ મિડીયા હાઉસ પાસે ચાલી ગઇ છે. તેવામાં આ નામોના ખુલાસો બાદ દેશના રાજકારણમાં ગરમાગરમી આવશે એ નક્કી છે.
ઇન્ડિયન એકસપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ ફાઇનાન્સીયલ ક્રાઇમ એન્ફોર્સમેન્ટ નેટવર્ક તરફથી મળેલ ૨૦૦૦ ગુપ્ત દસ્તાવેજોની તપાસ બાદ અનેક ભારતીયના નામનો ખુલાસો થયો છે. જેમણે મોટા પ્રમાણમાં પૈસાના ગેરકાનૂની લેવડદેવડ કર્યા છે. આ સમગ્ર ગોલમાલમાં એ બેંકોના નામ પણ સામેલ છે જેની મદદથી આ કૌભાંડ અને છેતરપીંડીને અંજામ આપવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ અનુસાર ફીનસેનના દસ્તાવેજોમાં ભારતની અંદર બે લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. અખબારે દાવો કર્યો છે કે તેણે આ દસ્તાવેજોમાં એવા લોકોના નામ શોધવાનો પ્રયાસ કર્યો છે જેમણી વિરૂધ્ધ ભારતમાં અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. અખબારના જણાવ્યા પ્રમાણે અમેરિકાની ફીનસેનના દસ્તાવેજમાં અગસ્ટાવેસ્ટ લેન્ડ, એરસેલ મેકસીસ કેસ, ૨જી સ્કેમ અને રોલ રોયલ્સ લાંચકાંડ સાથે જ ટેકસ ચોરીના અનેક કેસની સાથે જોડાયેલ કંપની અને લોકોના નામ સામેલ છે. આ યાદીમાં એ બધા લોકો છે જેમની વિરૂધ્ધ સીબીઆઇ, ઇડી, ડીઆરઆઇ વગેરે તપાસ કરે છે.
અહેવાલ અનુસાર ફીનસેન ફાઇલ્સના દસ્તાવેજમાં જેમના નામ છે તેમાં ગ્લોબલ ડાયમંડ કંપનીના સભ્ય જે ભારતમાં જન્મેલા છે, હેલ્થ કેર અને હોસ્પિટાલીટી સેકટરની એક મોટી કંપની આઇપીએલ ટીમના સ્પોન્સર, જેલમાં બંધ બહુમૂલ્ય વસ્તુના દાણચોરીના આરોપી, એક લકઝરી કારના ડીલર અને ભારતના અંડરવર્લ્ડ ડોનના મુખ્ય ફાઇનાન્સર સહિત અન્ય કંપનીઓ અને લોકો સામેલ છે.
રિપોર્ટ અનુસાર ભારતની બેંકોમાં ૩૨૦૧ એકાઉન્ટ થકી લગભગ ૧૧૨ અબજ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. આ બધામાં સરનામા ભારતના છે જ્યારે હજારો એવા પણ છે જેમના સરનામા વિદેશના છે. સમગ્ર વ્યવહારો કરવા ભારતની ૪૪ બેંકોની ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબ નેશનલ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક, કેનેરા બેંક, બરોડા બેંક વગેરે છે.