-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભારતમાંથી PUBG Mobile પર હટી શકે છે પ્રતિબંધ
પબજી ગેમના ચાહકો માટે ખુશખબર

નવી દિલ્હીઃ ભારત સરકારે હાલમાં પોપ્યુલર બેટલ ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે પબજી ફેન્સ માટે સારા સમાચાર છે. પબજી પર બેન જલદી હટી શકે છે. હકીકતમાં પબજી મૂળ રૂપથી સાઉથ કોરિયન કંપની Blue Hole Studio¨À પ્રોડક્ટ છે.સરકારે પ્રતિબંધ કરેલી ચીની કંપની Tencent પાસેથી બ્લૂ હોલ સ્ટુડિયોએ પબજી મોબાઇલની ફ્રેન્ચાઇઝી પરત લઈ લીધી છે. આ રીતે ગેમ સંપૂર્ણ સાઉથ કોરિયન થઈ જશે. ત્યારબાદ સરકાર તેના પરથી પ્રતિબંધ હટાવી શકે છે.
બ્લૂ હોલ સ્ટૂડિયોએ એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહ્યું છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે અને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.
સરકારે એપ્સ બેન કરવાના આદેશમાં જણાવ્યું છે કે એપ્સ તરફથી કલેક્ટ અને શેર કરવામાં આવી રહેલ ડેટા યૂઝર્સની સાથે-સાથે રાષ્ટ્રની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. બેન કરવામાં આવેલ ૧૧૮ એપ્સમાં દ્યણા જાણીતા નામ સામેલ છે. લોકડાઉન દરમિયાન પોપ્યુલર થયેલ લૂડો અને કેરમ જેવી ગેમ્સ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લિસ્ટમાં લૂડો ઓલ સ્ટાર અને લૂડો વર્લ્ડ-લૂડો સૂપરસ્ટાર સિવાય ચેસ રસ અને કેરમ ફ્રેન્ડ્સ પણ સામેલ છે.
આ પ્રથમવાર નથી જયારે સરકારે ચાઇનીઝ એપ્સ પર બેન લગાવ્યો છે. સૌથી પહેલા કંપની ૫૯ ચીની એપ્સ પર બેન લગાવી ચુકી છે. તેમાં પોપ્યુલર શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોક સામેલ હતું. છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે. આ કારણે સરકારે એપ્સ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે.