-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો
ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૪૪
તમારી જાતને પ્રેમ કરો

‘‘આપણે હંમેશા બીજાને પ્રેમ કરવાનું વીચારીએ છીએ -પુરૂષસ્ત્રીને પ્રેમ કરવાનું વિચારે છે,સ્ત્રી-પુરૂષને પ્રેમ કરવાનું વિચારે છે માતા બાળકને પ્રેમ કરવાનું વિચારે છે. બાળક માતાને પ્રેમ કરવાનુ઼ વિચારે છે મીત્રો એકબીજાને પ્રેમ-કરવાનું વિચારે છ.ે પરંતુ જયા સુધી તમે તમારી જાતને પ્રેમ નહી કરો ત્યા સુધી બીજા કોઇને પણ પ્રેમ કરવું અશ્કય છ.ે''
તમે બીજાને ત્યારે જ પ્રેમ કરી શકો જયારે તમે તમારી જાતને પ્રેમ કરતા હો તમે બીજાને એ જ આપી શકો જે તમારી પાસે હોય પરંતુ આખી માનવજાત એક ખોટી વિચારધારામાં જીવે છે તેથી આપણે એવું માની લઇએ છીએ કે આપણે આપણી જાતને પ્રેમ-કરીએ છીએ માની લેવાથી કઇ નહી થાય. તેથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે બીજાને કેવી રીતે પ્રેમ કરી શકીએ તે અશકય છે ! તેથી જ પ્રેમની ઘણી બધી ચર્ચાઓ થાય છે અને દુનિયા કુરૂપ જ રહે છે અને ઘીક્કાર, યુદ્ધ, હીંસા અને ક્રોધથી પુરેપરુી ભરાયેલ છે.
તમે તમારી જાતને પ્રેમ કરતા નથી આ આંતર સુઝ આવવી-જરૂરી છે પોતાની જાતને પ્રેમ કરવો ખરેખર અઘરૂ છે.આપણને આપણી જાત પ્રત્યે નીંદા કરવાનું શીખવવામાં આવ્યું છે. પ્રેમ કરવાનું નહી આપણને શીખવવામાં આવ્યું છે કે આપણે પાપી છીએ આપણને એવુ શીખવવામાં આવે છે કે આપણુ કોઇ મુલ્ય જ નથી આ જ બધા કારણોથી આપણા જાતને પ્રેમ કરવો અઘરૂ થઇ જાય છે. તમે કોઇપણ મુલ્ય વગરના માણસને કઇ રીતે પ્રેમ કરી શકો ? જેની હમેશા નીંદા કરવામાં આવે છ.ે તેને તમે કઇ રીતે પ્રેમ કરી શકસો?
પરંતુ તમે તે કરી શકશો જો તમને ખબર પડી જાય કે તમે તમારી જાતને પ્રેમ કરતા નથી ચીંતા કરવા જેવું કઇ નથી એક-બારી ખુલી ગઇ છે તમે વધારે લાંબો સમય રૂમની અંદર નહી રહી શકો-તમે કુદીને બહાર આવી જશો એકવાર તમે ખુલ્લા આકાશને જોઇશ, તમે વાસી દુનીયામાં બંધાઇને નહી રહી શકો તમે તેની બહાર આવી જશો.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧