-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અડધી રાત સુધી ચાલી સંસદઃ લોકસભામાં આ ૪ અગત્યના બિલ થયા પાસ

નવી દિલ્હી, તા.૨૧: કૃષિ બિલોને લઈને રવિવારે રાજયસભા જયાં હોબાળાના કારણે સમાચારોમાં રહી, તો લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અડધી રાત સુધી ચાલી. લોકસભા અધયક્ષ ઓમ બિરલાએ તમામ સભ્યોની સહમતિથી શૂન્ય કાળની કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન ૮૮ સભ્યોએ જનહિતના અગત્યના મુદ્દા ઉઠાવ્યા. આ દરમિયાન લોકસભામાં મંત્રીઓના પગાર અને ભથ્થા (સંશોધન) બિલ, ૨૦૨૦ પાસ થઈ ગયું, જેમાં કોવિડ-૧૯ મહામારીના કારણે સાંસદોના પગાર, ભથ્થામાં ૩૦ ટકાના ઘટાડાની જોગવાઈ છે. આ બિલ રાજયસભામાં ૧૮ સપ્ટેમ્બરે જ પાસ થઈ ચૂકયું હતું.
રાત્રે ૧૨:૩૬ વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી દરમિયાન ધ બાઇલેટરલ નેટિંગ ઓફ કવાલિફાઇડ ફાઇનાન્સિયલ કોન્ટ્રાકટ્સ બિલ ૨૦૨૦, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ ૨૦૨૦ અને ધ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બિલ ૨૦૨૦ પણ પાસ થઈ ગયું છે.
કાર્યવાહી શરૂ થવામાં એક કલાકની વિલંબ ચોક્કસ થયો, પરંતુ કાર્યવાહી નિયત સમયથી ૫:૩૬ કલાક વધુ ચાલી. સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહીને સોમવાર સાંજે ૩ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. નોંધનીય છે કે કોવિડના કારણે લોકસભાની કાર્યવાહી માટે સાંજે ૩ વાગ્યાથી ૭ વાગ્યા સુધીનો સમય નિશ્યિત છે. સોમવારે ૯ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રાજયસભાની કાર્યવાહી થશે.
આ પહેલા લોકસભામાં કોરોના પર ફરી એકવાર ચર્ચા થઈ, જે મોડે સુધી ચાલી. સ્પીકરે દેશમાં કોવિડ-૧૯ મહામારી પર ચર્ચાની શરૂઆત પહેલા પોતાનું વકતવ્ય આપ્યું. તેઓએ કહ્યું કે દેશ ચર્ચા અને પારસ્પરિક સમન્વયથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી લેશે. કોવિડ-૧૯ પર ચર્ચાની શરૂઆત કરતાં કો ંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિ સમગ્ર દુનિયાને મુકાબલે ખૂબ ખરાબ છે. તેઓએ કહ્યું કે, ન તો આપણે વાયરસના પ્રસારને રોકી શકયા અને ન તો અર્થવ્યવસ્થાની ગતિ કાયમ રાખવામાં સક્ષમ થયા. જીડીપી ૪૧ વર્ષમાં પહેલીવાર માઇનસમાં જતો રહ્યો છે.