-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
શુક્ર ગ્રહ ઉપર જીવન હોવાનો સંકેત
વૈજ્ઞાનીકોને શુક્ર ગ્રહ ના વાદળોમાં ફૉસ્ફીન ગેસના અણુઓની ઓળખ કરી: ફૉસ્ફીનમાં હાઇડ્રોજન અને ફૉસ્ફોરસ હોય છે. શુક્રના વાદળ માં ફૉસ્ફીન ગેસ ને લીધે તેના વાતાવરણ માં સૂક્ષ્મ જીવોની હાજરી સંકેત આપે છે

વૉશિંગ્ટન: શુક્ર ગ્રહના વાદળોમાં ફૉસ્ફીન ગેસના અણુઓની ઓળખ વૈજ્ઞાનિકોએ કરી છે. અણુની ઉપસ્થિતિને પાડોશી ગ્રહના વાતાવરણમાં સુક્ષ્મ જીવો હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
બ્રિટનની કાર્ડિક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ધરતી પર ફૉસ્ફીન ગેસ ઔદ્યોગિક રીતે બનાવવામાં આવે છે અથવા તો એવા સૂક્ષ્મ જીવોથી બને છે. જે ઑક્સીજન વાળા વાતાવરણમાં રહે છે. વૈજ્ઞાનિકો ઘણાં લાંબા સમયથી શુક્રના વાદળોમાં જીવનના સંકેત શોધી રહ્યાં છે.
ફૉસ્ફીનમાં હાઈડ્રોજન અને ફૉસ્ફોરસ હોય છે. શુક્રના વાદળોમાં ગેસનું હોવું, ત્યાંના વાતાવરણમાં સુક્ષ્મ જીવોની હાજરીના સંકેત આપી રહ્યાં છે. આ શોધ માટે વૈજ્ઞાનિકોએ પહેલા જેમ્સ ક્લર્ક મેક્સવેલ ટેલિસ્કોપ (GCMT)નો ઉપયોગ કર્યો હતો. જે બાદ ચિલીમાં 45 ટેલિસ્કોપ દ્વારા તેના પર નજર રાખવામાં આવી હતી. પ્રોફેસર જેન ગ્રીવ્સે કહ્યું કે, આ સંપૂર્ણ ઉત્સુક્તાના આધાર પર કરવામાં આવેલ પ્રયોગ હતો.
પાડોશી ગ્રહ પર ફૉસ્ફીનની હાજરી ખૂબ જ નજીવી છે. એક અબજ અણુઓમાં ફૉસ્ફીનના માત્ર 20 અણુ મળ્યાં છે. વૈજ્ઞાનિકો હવે એ સંભાવના પર પણ રિસર્ચ કર્યું છે કે, અહીં ફૉસ્ફીનના બનવામાં કોઈ કુદરતી ક્રિયાનું યોગદાન છે કે કેમ? આ સંદર્ભે કોઈ ચોક્કસ પુરાવા નથી મળી શક્યા.
સૂર્યના પ્રકાશ અને ગ્રહની સપાટથી ઉપર આવેલ કેટલીક ખનિજોની ક્રિયાથી પણ આ ફૉસ્ફીન ગેસ બનવાની વાત કહેવામાં આવી છે. જો કે હજુ સુધી તેની પુષ્ટી નથી થઈ. એવામાં સુક્ષ્મ જીવોની ઉપસ્થિતિની સંભાવના વધુ મજબૂત બની ગઈ છે.
જણાવી દઈએ કે, શુક્ર સૂર્યની નજીક બીજો ગ્રહ છે. જે દરેક 224.7 દિવસોમાં સૂર્યની પરિક્રમા કરે છે. ચંદ્ર બાદ શુક્ર જ રાત્રે સૌથી વધુ ચમકતો જોવા મળતો ગ્રહ છે.
શુક્ર એક એવો ગ્રહ , જે પૃથ્વીથી દેખવા પર ક્યારેય સૂર્યની દૂર નથી જોવા મળતો. શુક્ર સૂર્યોદય પહેલા અથવા સુર્યાસ્ત બાદ માત્ર થોડી વાર માટે જ ખૂબ જ ચમકે છે. આજ કારણ છે કે, પ્રાચીન સંસ્કૃતિઓમાં શુક્રને “સવારના તારા” અથવા “સાંજના તારા” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.