-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
IPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું
માર્કસ સ્ટોયનિસે શાનદાર બોલિંગથી દિલ્હીની વાપસી : અંતિમ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝનની દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ ટાઈ રહી હતી. મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતું. સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવી શકી હતી. આમ મુકાબલો ટાઈ રહ્યો હતો. પંજાબને છેલ્લા ત્રણ બોલમાં જીત માટે 1 રનની જરૂર હતી. પરંતુ માર્કસ સ્ટોયનિસે શાનદાર બોલિંગ કરીની દિલ્હીની વાપસી કરાવી હતી. તેણે અંતિમ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી.
સુપર ઓવર (દિલ્હીની ઈનિંગ)
બેટ્સમેન- શ્રેયસ અય્યર અને રિષભ પંત, બોલર- મોહમ્મદ શમી
પ્રથમ બોલ- શૂન્ય રન
બીજો બોલ- વાઇડ
ત્રીજો બોલ- 2 રન
સુપર ઓવર (પંજાબની ઈનિંગ)
બેટ્સમેન રાહુલ અને નિકોલસ પૂરન, બોલર- કગિસો રબાડા
પ્રથમ બોલ- 2 રન
બીજો બોલ- કેએલ રાહુલ આઉટ
ત્રીજો બોલ- પૂરન આઉટ
દિલ્હીએ આપેલા 158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ધીમી રહી હતી. ટીમે 5મી ઓવરના ત્રીજા બોલ પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ (21)ને મોહિત શર્માએ બોલ્ડ કરીને દિલ્હીને પ્રથમ સફળતા અપાવી હતી. રાહુલે 19 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ કરૂણ નાયર (1) અને નિકોલસ પૂરન (0)ને રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં આઉટ કરીને પંજાબને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ત્યારબાદ રબાડાએ ગ્લેન મેક્સવેલ (1)ને અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આમ પંજાબે 35 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. ટીમને પાંચમો ઝટકો સરફરાઝ ખાન (12)ના રૂપમાં લાગ્યો હતો. જેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો.
પંજાબે 19 ઓવરમાં 145 રન બનાવી લીધા હતા અને અંતિમ ઓવરમાં જીત માટે 13 રનની જરૂર હતી. ક્રિઝ પર મયંક અને જોર્ડન હતા. બોલ માર્કસ સ્ટોયનિસના હાથમાં હતો. સ્ટોયનિસના પ્રથમ બોલ પર મયંકે સિક્સ ફટકારી ત્યારબાદ બીજા બોલ પર બે રન લીધા હતા. ત્રીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી. ચોથા બોલ ખાલી રહ્યો હતો. જ્યારે છેલ્લા બે બોલ પર બે વિકેટ પડી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબ એક તરફ એક બાદ એક વિકેટ ગુમાવી રહી હતી. ત્યારે બીજી તરફ રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરનાર મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરી હતી. અગ્રવાલે 60 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 89 રન ફટકાર્યા હતા. તે અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. તેણે કૃષ્ણપ્પા ગૌતમ સાથે છઠ્ઠી વિકેટ માટે 46 રનની તથા સાતમી વિકેટ માટે ક્રિસ જોર્ડન સાથે 56 રનની ભાગીદારી કરી હતી.
દિલ્હીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 87 રનના સ્કોર પર 5 અને 96ના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે લાગી રહ્યું હતું કે, દિલ્હીની ટીમ 130 રન સુધી પણ પહોંચી શકશે નહીં. પરંતુ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે અંતિમ ઓવરોમાં ધમાકેરાદ બેટિંગ કરીને દિલ્હીનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા સ્ટોઇનિસે 21 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 53 રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 250થી પણ વધુની રહી હતી.
દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 9 રનના સ્કોર પર પોતાના બંન્ને ઓપનર શિખર ધવન (0) અને પૃથ્વી શો (5) ગુમાવી દીધા હતા. ધવન રનઆઉટ થયો હતો. તો પૃથ્વી શોને મોહમ્મદ શમીએ જોર્ડનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલ શિમરોન હેટમાયર (7) શમીનો શિકાર બન્યો હતો. આમ દિલ્હીએ માત્ર 13 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
13 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયસ અય્યર અને રિષભ પંતે દિલ્હીની ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત (31) આઈપીએલમાં પર્દાપણ કરી રહેલા અન્ડર-19 સ્ટાર રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. પંતે 29 બોલમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. તો શ્રેયસ અય્યર (39)ને શમીએ આઉટ કર્યો હતો. અય્યરે 32 બોલમાં 3 સિક્સ ફટકારી હતી. અક્ષર પટેલ (6) અને અશ્વિન (4) શેલ્ડન કોટ્રેલના શિકાર બન્યા હતા.
પંજાબ તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. શમીએ 4 ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય શેલ્ડન કોટ્રેલે 4 ઓવરમાં 24 રન આપીને બે તથા રવિ બિશ્નોએને એક સફળતા મળી હતી. તો ક્રિસ જોર્ડને 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.