-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઐતિહાસિક દિવસ, MSP યથાવત રહેશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
કૃષિ બિલ પાસ થવા પર પીએમ મોદી બોલ્યા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના કૃષિ ઈતિહાસમાં મોટો દિવસ ગણાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યુ કે, એમએસપીની વ્યવસ્થા પણ યથાવત રહેશે

નવી દિલ્હી, તા.૨૦ : કૃષિ સાથે સંબંધિત બે બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયા છે. કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -૨૦૨૦ અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ-૨૦૨૦ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ભારતના કૃષિ ઈતિહાસમાં એક મોટો દિવસ ગણાવ્યો છે. સાથે પીએમે કહ્યુ કે, એમએસપીની વ્યવસ્થા પણ યથાવત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ભારતના કૃષિ ઈતિહાસમાં આજે એક મોટો દિવસ છે. સંસદમાં બે મહત્વના બિલ પાસ થવા પર હું આપણા પરિશ્રમી અન્નદાતાઓને શુભેચ્છા આપુ છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો કિસાન સશક્ત થશે. પીએમ મોદીએ કહ્યુ, દાયકાઓ સુધી આપણા કિસાન ભાઈ-બહેન ઘણા પ્રકારના બંધનોમાં ઝડકાયેલા હતા અને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો.
સંસદમાં પાસ બિલથી અન્નદાતાઓને આ બધામાંથી આઝાદી મળી છે. તેનાથી કિસાનોની આવક બમણી કરવાના પ્રયાસોને બળ મળશે અને તેમની સમૃદ્ધિ નક્કી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ કહ્યુ-આપણા કૃષિ ક્ષેત્રને આધુનિક ટેક્નોલોજીની તત્કાલ જરૂર છે, કારણ કે તેનાથી મહેનતુ ખેડૂતોને મદદ મળશે. હવે આ બિલ પાસ થવાથી આપણા કિસાનોની પહોંચ ભવિષ્યની ટેક્નોલોજી સુધી સરળ થશે. તેનાથી ન માત્ર ઉત્પાદન વધશે, પરંતુ સારા પરિણામ સામે આવશે. આ એક સ્વાગત કરવા યોગ્ય પગલુ છે. તો એમએસપીના મુદ્દા પર પોતાની વાત રિપીટ કરતા પીએમ મોદીએ કહ્યુ, હું પહેલા પણ કહી ચુક્યો છું અને એકવાર ફરી કહુ છું, એમએસપીની વ્યવસ્થા યથાવત રહેશે. સરકારી ખરીદી યથાવત રહેશે. અમે અહીં આપણા કિસાનોની સેવા માટે છીએ. અમે અન્નદાતાઓની સહાયતા માટે હરસંભવ પ્રયાસ કરીશું અને તેની આવનારી પેઢીઓને સારૂ જીવન મળે તે નક્કી કરીશું.