-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
એપ્રિલથી જૂન સુધીમાં સરકારી બેંકોમાં ૨૦૦૦૦ કરોડનાં ફ્રોડ
એસબીઆઈમાં ૨,૦૫૦ છેતરપિંડીના કેસો નોંધાયા : દેશની સૌથી મોટી SBIમાં કૌભાંડોના બનાવો સૌથી વધુ

નવી દિલ્હી, તા. ૨૦ : સરકારી બેન્કોમાં ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં રૂપિયા ૧૯,૯૬૪ કરોડનાં કૌભાંડ થયાં હોવાનું આરબીઆઈએ એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે. આરબીઆઈના મતે આ ગાળામાં ફ્રોડના કુલ ૨,૮૬૭ કેસો નોંધાયા હતા. સૌથી મોટી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં સૌથી વધુ ફ્રોડના બનાવો નોંધાયા હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ બેન્ક ઓફ ઈન્ડિયામાં છેતરપિંડીનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. આરબીઆઈએ આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને ફ્રોડ અંગેના સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો આપી હતી. દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેન્કો પૈકી એસબીઆઈમાં ૨,૦૫૦ છેતરપિંડીના કેસો નોંધાયા હતા અને એપ્રિલથી જૂન ૨૦૨૦માં ૨,૩૨૫.૮૮ કરોડની છેતરપિંડી થઈ હતી. બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં રૂ. ૫,૧૨૪.૮૭ કરોડના ૪૭ ફ્રોડ કેસ નોંધાયા હતા.
કેનેરા બેન્કમાં ૩૩ કેસમાં રૂ. ૩,૮૮૫.૨૬ કરોડનું ફ્રોડ થયું હતું. બેન્ક ઓફ બરોડામાં ૬૦ કેસ દ્વારા રૂ. ૨,૮૪૨.૯૪ કરોડની છેતરપિંડીની ઘટના બની હતી. ઈન્ડિયા બેન્કમાં ૪૫ કેસમાં રૂ. ૧,૪૬૯.૭૯ કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ૩૭ કેસમાંરૂ.૧,૨૦૭.૬૫ કરોડ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ૯ કેસમાં રૂ. ૧,૧૪૦.૩૭ કરોડની છેતરપિંડી થઈ હતી. પંજાબ નેશનલ બેન્ક જે બીજા ક્રમની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેક્ન છે તેમાં મૂલ્યની દ્રષ્ટિએ કુલ ફ્રોડનું પ્રમાણ નીચું રહ્યું હતું. કુલ ૨૪૦ કેસમાં રૂ. ૨૭૦.૬૫ કરોડની છેતરપિંડી થઈ હોવાનું આરબીઆઈએ જવાબમાં જણાવ્યું હતું. આરબીઆઈએ વધુમાં ઉમેર્યું હતું કે જરૂરી અપડેટ અને સુધારાના અવકાશને જોતા આ આંકડામાં ફેરફાર થવાની સંભાવના રહેલી છે. જો કે આ ફ્રોડની રકમ બેન્કોેની નોંધાયેલી કુલ ખોટનો હિસ્સો નથી. જો કે બેન્કમાં ઋણ લેનારના ખાતામાં જે રકમ દર્શાવવામાં આવી છે તે લેનાર વ્યક્તિ અથવા ફ્રોડ કરનાર દ્વારા બાકી રકમ હોવાનું જણાય છે.