-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ફ્લોર ટેસ્ટનો સામનો કરવા મુખ્યમંત્રી કલમનાથને કરાયેલો આદેશ
કલમનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા : આજે ફ્લોર ટેસ્ટમાં પિક્ચર સ્પષ્ટ : મધ્યપ્રદેશમાં જોરદાર ઘટનાક્રમોના દોર વચ્ચે ભાજપના ધારાસભ્યો લાલજી ટંડનને મળ્યા

ભોપાલ, તા. ૧૬ : મધ્યપ્રદેશમાં જારી રાજકીય કટોકટી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. કારણ કે, રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને આવતીકાલે મંગળવારના દિવસે ફ્લોર ટેસ્ટનો સામનો કરવા મુખ્યમંત્રી કલમનાથને સૂચના આપી દીધી છે. સોમવારના દિવસે ફ્લોપ ટેસ્ટનો સામનો કરવા કલમનાથને પહેલા કહેવામાં આવ્યાના બે દિવસ બાદ ટંડન તરફથી નવો આદેશ આવ્યો છે. ૨૬મી માર્ચ સુધી ગૃહને મોકૂફ રાખવાના નિર્ણય બાદ આ નિર્ણયોની કોઇ અસર દેખાઈ રહી છે. મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટ ટાળવા અને ૨૬મી માર્ચ સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધા બાદ ભાજપના ધારાસભ્યો લાલજી ટંડનને મળવા માટે પહોંચ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ૧૦૬ ધારાસભ્યોના સમર્થનપત્રો પણ સોંપ્યા હતા. ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેઓ સ્વૈચ્છાથી પહોંચ્યા છે. રાજ્યપાલે ભાજપના ધારાસભ્યોને ખાતરી આપતા કહ્યું હતું કે, તમામના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. વહેલીતકે ફ્લોર ટેસ્ટની માંગણી કરવામાં આવી હતી. સોમવારના દિવસે ફ્લોર ટેસ્ટ ટળવા અને ગૃહની કાર્યવાહીને મોકૂફ કરી દેવામાં આવ્યા પછી નવેસરનો ઘટનાક્રમ આવ્યો હતો. વિધાનસભાને સ્થગિત કરવાના નિર્ણય પર ભાજપના મધ્યપ્રદેશ એકમે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે, રાજ્યપાલ લાલજી ટંડન તરફથી જારી નિર્દેશ મુજબ વિધાનસભા અધ્યક્ષને ૧૨ કલાકની અંદર જ ફ્લોર ટેસ્ટના આદેશ થવા જોઇએ. મધ્યપ્રદેશમાં હવે જોરદાર રાજકીય કટોકટી જોવા મળી રહી છે. બીજી બાજુ કોરોનાના લીધે કમલનાથ સરકારને અગાઉ રાહત મળી હતી.