-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રોગચાળા સમયે લાભ લેવા મુંબઇ-પુણેમાં નકલી સેનેટાઇઝર બનાવતી ટોળકી સક્રિય

નવી દિલ્હી: કોરોનાની દહેશત આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. ડોક્ટર્સે સાબુ કે સેનેટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવાની સલાહ આપી છે. તેથી સેનેટાઈઝર્સની માંગ અનેકગણી વધી ગઈ છે. તો કેટલાક નફાખોરો તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. નકલી સેનેટાઈઝરથી બચવાનો ખેલ ખુલ્લામાં ખેલાઈ રહ્યો છે.
નકલી સેનેટાઈઝર વેચવાનો ખેલ
પ્લાસ્ટિકની બોટલોમાં બ્રાન્ડેડ સેનેટાઈઝરની જેમ પેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવા સેનેટાઈઝર્સ તમને મેડિકલ સ્ટોરમાં જોવા મળશે. પરંતુ તમે તેને અસલી સમજવાની ભૂલ ન કરો. ડુપ્લીકેટ સેનેટાઈઝર્સનું વેચાણ થઈ રહ્યું છે. મુંબઈના વાકોલ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાની ફેક્ટરી પર છાપો મારીને તેને જપ્ત કર્યાં છે. નકલી સેનેટાઈઝરને બોટલોમાં ભરવામાં આવી રહ્યું છે. સાબુના પાણી અને કેટલાક કેમિકલ મિક્સ કરીને સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યાં છે. જેને સુંદર પેકિંગમાં રિટેલ માર્કેટમાં વેચવામાં આવી રહ્યાં છે.
પૂણેમાં નકલી સેનેટાઈઝર બનાવનારી ટોળકી
મુંબઈની જેમ મહારાષ્ટ્રમાં પૂણેમાં પણ નકલી સેનેટાઈઝર બનાવનારા ગ્રૂપને પકડવામાં આવ્યું છે. પૂણે પોલીસે અજય ગાંધી નામના શખ્સને પકડ્યો, જે ઘરમાં જ નકલી સેનેટાઈઝર બનાવીને માર્કેટમાં વેચી રહ્યો હતો. લોકો શંકા ન કરે તે માટે તે બ્રાન્ડેડ કંપનીઓના નકલી સ્ટીકર બોટલ પર લગાવીને વેચતો હતો. પોલીસે 1 લાખ 20 હજાર રૂપિયાના નકલી સેનેટાઈઝરને જપ્ત કર્યું.
કેવી રીતે કરશો અસલી-નકલીની ઓળખ
એવી કોઈ ટ્રિક નથી, જેનાથી દુકાનમાં ઓન ધી સ્પોટ સેનેટાઈઝરની ગુણવત્તા ટેસ્ટ કરી શકાય. પરંતુ જો તેમ કોઈ મેડિકલ સ્ટોરથી સેનેટાઈઝર કે માસ્ક ખરીદો છઓ તો તેનું બિલ જરૂરી લો. જો રિટેલરે પ્રોડક્ટ યોગ્ય રીતે મેળવી હશે તો બિલ આપવામાં કોઈ તકલીફ નહિ થાય. આ ઉપરાંત તમે સેનેટાઈઝરના પેકિંગ પર મેન્યુફેક્ચરિંગના નામ-સરનામાની સાથે લાઈસન્સ કે બેન્ચ નંબરને પણ ચેક કરી શકો છો. તેની માહિતી ન હોય તો પ્રોડક્ટની ક્વોલિટી પર સવાલ જરૂર ઉભા થાય છે. પ્રયાસ કરો કે જાણીતી બ્રાન્ડના જ સેનેટાઈઝર ખરીદો.
કેટલાક લોકો માનવતાથી વધુ રૂપિયા સાથે પ્રેમ છે. રૂપિયા કમાવવા માટે લોકોના જીવ સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યાં છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે, નકલી સેનેટાઈઝર અનેક જગ્યાઓએ વેચવામાં આવી રહ્યું છે. તેથી લોકોને સતર્ક રહેવાની જરૂર છે.