-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના વાયરસ : મોતનો આંક ૬,પ૧૮ સુધી પહોંચી ગયો છે
કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૯૬૧૦ થઇ ગઇ : જીવલેણ સાબિત થઇ રહેલા કોરોનાના સકંજામાં દુનિયાના ૧પ૭ દેશો આવ્યા : મોતનો આંકડો ખુબ વધે તેવી દહેશત

બેઝિંગ,તા. ૧૬: કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના ૧૫૭ દેશોમાં જારી રહ્યો છે. સૌથી વધારે હાલત હવે ઇટાલીમાં ખરાબ થઇ રહી છે. વિશ્વના ૧૫૭ દેશોમાં કુલ મોતનો આંકડો વધીને ૬૫૧૮ સુધી પહોંચી ગયો છે. જ્યારે કુલ કેસોની સંખ્યા ૧૬૯૬૧૦ ઉપર પહોંચી ગઇ છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા ૭૭૭૭૬ સુધી પહોંચી ગઇ છે. વિશ્વના દેશોમાં માઇલ્ડ કેસોની સંખ્યા હાલમાં ૭૯૩૯૫ નોંધાયેલી છે. વિશ્વના દેશોમાં કુલ ગંભીર કેસોની સંખ્યા ૫૯૨૧ ઉપર પહોંચી ગઇ છે. કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૮૫૩૧૬ રહી છે. બંધ કરી દેવામાં આવેલા કેસોની સંખ્યા ૮૪૨૯૪ રહી છે. ચીનમાં સ્થિતીમાં સુધારો થયો છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ નવા કેસો નોંધાયા છે અને ૧૪ લોકોના મોત થયા છે. ચીનમાં કુલ કેસોની સંખ્યા વધીને ૮૦૮૬૦ ઉપર પહોંચી ગઇ છે. ચીનમાં ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૩૨૨૬ રહી છે.
ચીનમાં કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા ૬૭૭૫૮ રહી છે. યુરોપ અને અન્ય દેશોમાં કેસોની સંખ્યા વધારે ઝડપથી વધી રહી છે. દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે. જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે.
તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે.
વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે.
કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. કોરોના વાયરસના કારણે અમેરિકા, કોરિયા અને ઇટાલીમાં પણ ભારે હાહાકાર મચેલો છે. આવી સ્થિતીમાં મોતનો આંકડો ખુબ વધારે જઇ શકે છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દહેશત અકબંધ છે. કોરોના વાયરસના કારણે હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. કોરોના વાયરસને રોકવા માટે હવે દુનિયાના દેશો ચીન પાસેથી બોધપાઠ મેળવે તે જરૂરી છે.ચીનમાં સ્થિતી સુધરી રહી છે
૧પ૭ દેશોમાં કોરોના
નવા દેશો સકંજામાં આવી રહ્યા છે
બેઝિગ, તા. ૧૬: કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના ૧૫૭ દેશોમાં જારી રહ્યો છે. સૌથી વધારે હાલત હવે ઇટાલીમાં ખરાબ થઇ રહી છે. વિશ્વના ૧૫૭ દેશોમાં કુલ મોતનો આંકડો વધીને ૬૫૧૮ સુધી પહોંચી ગયો છે. જ્યારે કુલ કેસોની સંખ્યા ૧૬૯૬૧૦ ઉપર પહોંચી ગઇ છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા ૭૭૭૭૬ સુધી પહોંચી ગઇ છે. વિશ્વના દેશોમાં માઇલ્ડ કેસોની સંખ્યા હાલમાં ૭૯૩૯૫ નોંધાયેલી છે. વિશ્વના દેશોમાં કુલ ગંભીર કેસોની સંખ્યા ૫૯૨૧ ઉપર પહોંચી ગઇ છે. કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૮૫૩૧૬ રહી છે. બંધ કરી દેવામાં આવેલા કેસોની સંખ્યા ૮૪૨૯૪ રહી છે. વિશ્વમાં હાલત નીચે મુજબ છે.
વિશ્વના કુલ દેશો પ્રભાવિત.............................. ૧૫૭
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા............ ૧૬૯૬૧૦
વિશ્વના કુલ દેશોમાં મોત.............................. ૬૫૧૮
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા......... ૭૭૭૭૬
ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા............. ૫૯૩૧
માઇલ્ડ કેસોની સંખ્યા................................ ૭૯૩૯૫
બંધ કરાયેલા કેસોની સંખ્યા........................ ૮૪૨૯૪