-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઇટાલી : કોરોનાથી એક જ દિવસમાં ૩૬૮ લોકોના મોત
ચીન બાદ હવે યુરોપમાં કોરોનાનો આતંક : ચીન બાદ ઇટાલીમાં ભારે હાહાકાર :કેસની સંખ્યા વધીને ર૪૭૪૭થઇ : હજારો દર્દીઓની હાલત હાલ ચિંતાજનક

રોમ,તા. ૧૬: ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસનો આતંક હવે ઇટાલીમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયાના દેશો તેના સકંજામાં આવી રહ્યા છે. જો કે હવે ઇટાલી કોરોનાના નવા સ્થળ તરીકે છે. પહેલા તેનુ કેન્દ્ર એશિયાના ચીન રહ્યા બાદ હવે યુરોપના ઇટાલી તેના કેન્દ્ર તરીકે છે. ઇટાલી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે.
હેરાનીવાળી બાબત એ છે કે ઇટાલીમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારે તમામ રેકોર્ડ તોડી દીધા છે. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત પહેલા ક્યારેય થયા ન હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. શનિવારના દિવસે એક દિવસમાં ૨૫૦ લોકોના મોત થયા હતા. ત્યારબાદ રવિવારના દિવસે ૩૬૮ લોકોના મોત થયા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા. ઇટાલી કોરોના વાયરસ માટે ચીની શહેર વુહાન બનવા તરફ છે. પહેલા કોરોના કારણે મુખ્ય કેન્દ્ર તરીકે ચીન રહ્યા બાદ હવે ઇટાલી મુખ્ય કેન્દ્ર છે. આવી જ રીતે ચીનમાં સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જોવા મળી રહી છે. કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના ૧૫૭ દેશોમાં જારી રહ્યો છે. સૌથી વધારે હાલત હવે ઇટાલીમાં ખરાબ થઇ રહી છે. વિશ્વના ૧૫૭ દેશોમાં કુલ મોતનો આંકડો વધીને ૬૫૧૮ સુધી પહોંચી ગયો છે. જ્યારે કુલ કેસોની સંખ્યા ૧૬૯૬૧૦ ઉપર પહોંચી ગઇ છે. રિક્વર દર્દીઓની સંખ્યા વધી છે.