-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અનિલ અંબાણીને ઇડીનું તેડુ : યસ બેંક ફ્રોડ કેસની તપાસ તેજ
અંબાણીના રિલાયન્સ ગ્રુપે યસ બેંકમાંથી લીધી હતી કરોડો રૂપિયાની લોન

મુંબઇ તા. ૧૬ : યસ બેંકે દેવાળું ફૂંકતા લાખો ગ્રાહકોના કરોડો રૂપિયા ફસાઇ ગયા છે, બેંકના સંસ્થાપક રાણા કપૂરે કરોડો રૂપિયાની લાંચ લઇને તે રૂપિયા વિદેશોમાં ઇન્વેસ્ટ કર્યાનું ઇડીને જાણવા મળ્યું છે, એક અંદાજ પ્રમાણે ૨ હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાયું છે. રાણા કપૂરના પુરા પરિવાર પર ઇડીએ સકંજો કસ્યો છે, હવે રિલાયન્સના અનિલ અંબાણીની પણ મુશ્કેલીઓ વધી રહી છે, ઇડીએ યસ બેંક કેસમાં અનિલ અંબાણીને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. તેમને આજે ૧૬ માર્ચે ઇડીની ઓફિસ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
અંબાણીના રિલાયન્સ ગ્રુપે યસ બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી.અનિલ અંબાણીની ૯ કંપનીઓએ ૧૨,૮૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે આંકડો મોટો છે. આવી લોનોને કારણે બેંકની સ્થિતી કથળી છે, EDને જાણવા મળ્યું છે કે મોટી કંપનીઓએ યસ બેંકમાંથી કરોડો રૂપિયાની જે લોન લીધી છે તેની સામે રાણા કપૂરે કરોડો રૂપિયાની લાંચ પણ લીધી છે, રાણા કપૂરના પત્નીના બેંક એકાઉન્ટમાં લાંચની કરોડોની રકમ જમા છે. આ રીતે બેંકને ડૂબાડી દેવામાં આવી છે, અંદાજે ૪૦ મોટી કંપનીઓએ યસ બેંક પાસેથી ૩૪ હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે, જો કે અનિલ અંબાણીની કંપનીઓએ લોન ભરવાની તૈયારી બતાવી છે, તેમ છંતા ઇડી અનિલ અંબાણીની તમામ પ્રકારની પૂછપરછ કરશે.