-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમેરિકામાં કોરોના વાયરસની રસીનું તબીબી પરીક્ષણ શરુ
સહ-વિકસિત શોટના વિવિધ ડોઝનું પરીક્ષણ 45 યુવાન, સ્વસ્થ સ્વયંસેવકો પર કરવામાં આવશે

નવી દિલ્હી : અમેરિકાની સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર નવા કોરોનાવાયરસ સામે રક્ષણ આપવા તૈયાર કરવામાં આવેલી રસીનું તબીબી પરીક્ષણ (ક્લિનિકલ ટ્રાયલ) શરૂ થશે.
અધિકારીએ નામ ન આપવાની શરતે બોલતાં કહ્યું હતું કે પરીક્ષણમાં ભાગ લેનાર પ્રથમ સહભાગીને સોમવારે પ્રાયોગિક ધોરણે રસી આપવામાં આવશે. આ પ્રયોગને હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ આ ટ્રાયલ માટે નાણાં પૂરાં પાડ્યા છે. આ સમગ્ર ટ્રાયલ સીએટલની કૈઝર પરમેનન્ટ વૉશિંગ્ટન આરોગ્ય સંશોધન સંસ્થામાં થવાનું છે.
જાહેર આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈપણ સંભવિત રસીને સંપૂર્ણ માન્યતા આપવામાં એક વર્ષથી દોઢ વર્ષનો સમય લાગશે.
એનઆઈએચ અને મોડર્ના ઇન્ક દ્વારા સહ-વિકસિત શોટના વિવિધ ડોઝનું પરીક્ષણ 45 યુવાન, સ્વસ્થ સ્વયંસેવકો પર કરવામાં આવશે. પરીક્ષણના સહભાગીઓને આ શોટથી ચેપ લગાવે તેવી કોઈ સંભાવના નથી, કારણ કે તેમાં વાયરસ હોતો નથી. આ પરીક્ષણોનું એક માત્ર ધ્યેય તે તપાસવાનું છે કે રસીની કોઈ ચિંતાજનક આડઅસર થઇ રહી છે કે નહીં. આ પરીક્ષણના આધારે ભવિષ્યમાં મોટા પરીક્ષણોની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
વિશ્વભરમાં આવેલી અંદાજે ડઝનેક સંશોધન સંસ્થાઓ સતત વધતા જતા COVID-19ના કેસોથી રક્ષણ આપનારી રસી બનાવવા માટે અથાગ મહેનત કરી રહી છે. મહત્ત્વની વાત એ છે કે, તેઓ નવી તકનીકોથી વિવિધ પ્રકારના રસીના શોટ વિકસિત કરી રહ્યાં છે, જે ફક્ત પરંપરાગત રસી વિકસિત કરવાની રીતથી ઝડપી છે અને વધુ અસરદાર પણ છે.
કેટલાક સંશોધનકારો કામ ચલાઉ રસીઓ તૈયાર માટે પણ કામ કરી રહ્યાં છે. જેમ કે રસીના એવા શોટ કે જે લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ એકાદ-બે મહિના માટે કરી શકે, આ ગાળામાં શરીરમાં આપોઆપ રોગપ્રતિકારક શક્તિ વિકસીત થઇ જાય.
નવા કોરોનાવાયરસથી પ્રભાવિત મોટાભાગના લોકોમાં માત્ર તાવ અને ઉધરસ જેવા હળવા અથવા મધ્યમ લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક કિસ્સાઓ ખાસ કરીને વૃદ્ધો અને અસ્વસ્થ લોકોમાં તે ગંભીર બિમારી જેવી કે ન્યુમોનિયાનું લક્ષણ પણ જોવા મળે છે.
વિશ્વવ્યાપી રોગચાળા કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ ,156,000થી વધુ લોકો બીમાર થઈ ગયા છે અને 5,800 થી વધુ લોકો મરી ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મૃત્યુઆંક 50 થી વધુ છે, જ્યારે 49 રાજ્યો અને કોલમ્બિયા ડિસ્ટ્રિક્ટમાં 3,000ની નજીકના ચેપ લાગ્યાં છે.
ગંભીર સ્થિતિમાં રાહતના સમાચાર એ છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ, હળવા બીમારીવાળા લોકો લગભગ બે અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે, જ્યારે વધુ ગંભીર બીમારીવાળા લોકોને સ્વસ્થ થવામાં ત્રણ અઠવાડિયાથી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે.