-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોનાના હાહાકાર વચ્ચે સેંસેક્સ વધુ ૨૭૧૩ પોઇન્ટ સુધી ગગડ્યો
નિફ્ટીમાં રેકોર્ડ ૭૫૬ પોઇન્ટનો ઘટાડો થતાં ચિંતાનું મોજુ ફેલાયુ : વિશ્વભરના દેશોમાં કોરોનાના પ્રકોપ વચ્ચે સેંસેક્સ ઇતિહાસમાં સૌથી મોટો બીજો ઘટાડો થયો : એનએસઈની ૪૯ કંપનીઓમાં જોરદાર વેચવાલી નોંધાઈ

મુંબઈ, તા.૧૬ : શેરબજારમાં આજે કોરોના વાયરસને લઇને ભારે હાહાકારની સ્થિતિ યથાવતરીતે રહી હતી. આજે પણ શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયું હતું. રોકાણકારોએ લાખો કરોડ રૂપિયાની સંપત્તિ એક જ દિવસમાં આજે ગુમાવી દીધી હતી. આજે બ્લેક મન્ડેની સ્થિતિ વચ્ચે શેરબજારના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજમાં બીએસઈ સેંસેક્સ ૨૭૧૩ પોઇન્ટ અથવા તો ૭.૯૬ ટકા ઘટી જતાં સેંસેક્સ કારોબારના અંતે ૩૧૩૯૦ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સના તમામ ૩૦ શેર મંદીમાં રહ્યા હતા. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી વધુ ૧૭.૫ ટકાનો ઘટાડો રહેતા તેના શેરની કિંમત ૬૬૩ રહી હતી. તાતા સ્ટીલમાં ૧૧ ટકા, એક્સિસ બેંકમાં ૧૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંકમાં ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો.
નિફ્ટીમાં ૭૫૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૯૧૯૭ રહી હતી. એકમાત્ર યસ બેંકના શેરમાં ૪૫ ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેના શેરની કિંમત ૩૭ રૂપિયા થઇ હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં આજે ઘટાડો રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૨૦૮૭ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૨૩૦૭૯ રહી હતી. નિફ્ટી મેટલમાં નવ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૭૩૪ રહી હતી. માર્કેટ બ્રીડ્થ આજે નકારાત્મક રહી હતી. બીએસઈમાં ૧૮૩૬ કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૪૧૦ શેરમાં મંદી અને ૩૩૦ શેરમાં તેજી રહી હતી. ૯૬ શેરમાં યથાસ્થિતિ રહી હતી.
બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં છ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૮૮૯ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૬૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૦૯૫ રહી હતી. એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસના શેરની કિંમત નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૭૫૫ના ઇશ્યુ કિંમત કરતા ૧૨.૪૫ ટકા ઘટીને ૬૬૧ રૂપિયા પર રહી હતી. બીએસઈમાં પણ ઇશ્યુ પ્રાઇઝની સામે ૧૩ ટકા ઘટીને તેની કિંમત ૬૫૮ રૂપિયા રહી હતી. ભારતમાં વિદેશી હુંડિયામણ ભંડોળનો આંકડો ૨૯મી ફેબ્રુઆરીના દિવસે ૪૭૬ અબજ ડોલરનો હતો જે વધીને હવે ૪૮૧ ડોલરની સપાટીએ પહોંચ્યો છે.
આરબીઆઈ દ્વારા કરન્સી માર્કેટમાં લિક્વિડીટીને લઇને સાવચેતી રાખી છે. વિદેશી મુડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ભારતીય બજારમાંથી નેટ આધાર પર ૩૭૯૭૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. કોરોના વાયરસના કારણે વૈશ્વિક મંદી આવશે તેવા હેવાલ વચ્ચે વિદેશી મુડીરોકાણકારોએ જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. બીજી માર્ચથી ૧૩મી માર્ચ વચ્ચેના ગાળામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૪૭૭૬.૩૬ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૩૧૯૯.૫૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન કુલ પાછા ખેંચી લેવામાં આવેલા નાણાંનો આંકડો ૩૭૯૭૫.૯૦ કરોડનો રહ્યો છે.