Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્નીનું વિવાદી નિવેદન :પૂછમાં આતંકવાદી હુમલાને સ્ટંટ ગણાવતાં કહ્યું કે આ બધા નાટક છે

તેમણે કહ્યું -કોઈ આતંકવાદી હુમલો નથી તેમાં જરા પણ સત્ય નથી. ભાજપ લોકોના જીવન અને લાશ પર રાજનીતિ કરી રહ્યો છે

પંજાબના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સિનિયર નેતા ચરણજીતસિંહ ચન્નીએ એક મોટો વિવાદ ઊભો કર્યો છે. જમ્મુ કાશ્મીરના પૂછમાં થયેલા આતંકવાદી હુમલાને સ્ટંટ ગણાવતાં ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ બધા નાટક છે કોઈ આતંકવાદી હુમલો નથી તેમાં જરા પણ સત્ય નથી. ભાજપ લોકોના જીવન અને લાશ પર રાજનીતિ કરી રહ્યો છે. જલંધરમાં પોતાના માટે વોટ માગતા ચન્ની આવું વિવાદીત બોલ્યાં હતા.

તેમણે કહ્યું કે આ હુમલા ખરેખર થઈ રહ્યાં નથી પરંતુ ફક્ત ભાજપને મદદ કરવા માટે છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આવા સ્ટંટ કરવામાં આવે છે. 2019માં પુલવામા હુમલામાં પણ આવું થયું હતું.

  RJDના તેજ પ્રતાપ યાદવ પટણામાં એવું કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે પુલવામા અને બીજા આતંકવાદી હુમલા થાય છે.

   કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ચન્ની પર પલટવા કરતાં કહ્યું કે શું કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે 1962, 1965 અને 1971ના યુદ્ધો કરાવ્યાં હતા. આવા નિવેદન બદલ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમારી સેનાની માફી માંગવી જોઈએ જ્યારે અમારી સેનાએ ડોકલામમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસના લોકો કહેતા રહ્યા કે આ સ્ટ્રાઈક ફેક છે.

(11:36 pm IST)