Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

સુપરહિટ હોલિવૂડ ફિલ્મ 'ટાઈટેનિક'ના જાણીતા અભિનેતા 'બર્નાર્ડ હિલ'નું નિધન :79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

'ટાઈટેનિક' અને 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ઉપરાંત, બર્નાર્ડ હિલ 'ધ સ્કોર્પિયન કિંગ','ધ બોયઝ ફ્રોમ કાઉન્ટી ક્લેર', 'ગોથિકા', 'વિમ્બલ્ડન', 'ધ લીગ ઓફ જેન્ટલમેન એપોકેલિપ્સ'માં કામ કર્યું હતું

સુપરહિટ ફિલ્મ ટાઈટેનિકના જાણીતા અભિનેતા બર્નાર્ડ હિલનુ અવસાન થયું છે. બર્નાર્ડના મોતની માહિતી તેમના ફેન્સને માટે આઘાતજનક છે. બારબરા ડિક્સનએ આ અંગે માહિતી આપી છે.

બર્નાર્ડ હિે વર્ષ 1997માં રિલીઝ થયેલ ટાઈટેનિક મૂવીમાં કેપ્ટનએડવર્ડ જોન સ્મિથની ભૂમિકાથી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. બર્નાર્ડના નિર્ધનની માહિતી મળ્યા બાદ સેલિબ્રિટી ભારે આઘાતમાં સરી પડ્યા હતા. ફેન્સને પણ માનવામાં આવતુ ન હતું કે 79 વર્ષના બર્નાર્ડ હવે આ દુનિયામાં નથી. તાજેતરમાં જ અભિનેતાનું અવસાન કયાં કારણથી થયું છે તે અંગે માહિતી સામે આવી નથી.  

બાર્બરા ડિક્સને બર્નાર્ડના મૃત્યુના ખરાબ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેણે શોક વ્યક્ત કરતી એક પોસ્ટ પણ શેર કરી છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ X (Twitter) પર બર્નાર્ડ સાથેનો એક થ્રોબેક ફોટો શેર કરતા, બાર્બરાએ એક ભાવનાત્મક કેપ્શન લખ્યું.

હોલીવુડ અભિનેત્રીએ કહ્યું, "બર્નાર્ડ હિલના નિધનની વાત ખૂબ જ છે. અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના બ્રિલિયન્ટ શો 1974-1975માં સાથે કામ કર્યું હતું. તેમને મળવું એ ખરેખર એક સૌભાગ્યની વાત હતી.


'ટાઈટેનિક' અને 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ઉપરાંત, બર્નાર્ડ હિલ 'ધ સ્કોર્પિયન કિંગ','ધ બોયઝ ફ્રોમ કાઉન્ટી ક્લેર', 'ગોથિકા', 'વિમ્બલ્ડન', 'ધ લીગ ઓફ જેન્ટલમેન એપોકેલિપ્સ'માં જોવા મળી છે 'જોય ડિવિઝન', 'સેવ એન્જલ હોપ', 'એક્ઝોડસ', 'વાલ્કીરી' જેવી ફિલ્મો અને શ્રેણીઓ માટે કામ કર્યું હતું.

(11:15 pm IST)