Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

એક મુંબઈગરાએ૪૫ દિવસમાં ૩૦૦ આઇસક્રીમનો ઑર્ડર આપ્‍યો

ગરમીમાં ઠંડકનો અહેસાસ

મુંબઇ : દેશભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્‍યારે લોકો ઠંડક મેળવવા માટે આઇસક્રીમના એક પછી એક સ્‍કૂપ ખાલી કરી રહ્યા છે. મુંબઈમાં એક વ્‍યક્‍તિએ સ્‍વિગી પર માત્ર ૪૫ દિવસમાં ૩૦૦થી વધુ આઇસક્રીમનો ઑર્ડર આપ્‍યો હતો. પાછલા વર્ષની સરખામણીમાં આઇસક્રીમની માગમાં ૧૬ ટકાનો વધારો થયો છે એવું સ્‍વિગીનો રિપોર્ટ કહે છે. આઇસક્રીમમાં પણ સૌથી લોક-યિ ફ્‌લેવર ચૉકલેટ છે અને ત્‍યાર બાદ લોકો ટેન્‍ડર કોકોનટ, બદામ અને ક્‍લાસિક વૅનિલાનો ઑર્ડર આપી રહ્યા છે.

મુંબઈગરાઓએ ફ્રૂટ-બેઝ્‍ડૅ આઇસક્રીમનો સૌથી વધુ ઑર્ડર આપ્‍યો હતો, તો હૈદરાબાદની પહેલી પસંદ નટ્‍સ આઇસક્રીમ છે. બૅન્‍ગલોરમાં સૌથી વધુ આઇસક્રીમના ઑર્ડર બ્રેકફાસ્‍ટ ટાઇમ પર નોંધાયા હતા. આટલી ગરમીમાં પણ આરોગ્‍ય સાથે સમાધાન ન કરનારા લોકોએ વીગન અને શુગર-ફ્રી આઇસક્રીમનો ઑર્ડર આપ્‍યો હતો અને ગયા વર્ષ કરતાં એની સંખ્‍યા ૭૦ ટકા વધી હતી

(3:27 pm IST)