-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજકારણથી કોઇ શકિત પરિવાર વચ્ચે નહી આવી શકેઃ રોબર્ટ વાડરા
અમેઠીથી ટિકિટ ન મળતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે પાર્ટી તેમને અમેઠીથી ટિકિટ આપી શકે છે. વાડરા પોતે તેના સંકેત આપી રહ્યા હતા. જો કે કોંગ્રેસે ગાંધી પરિવારના ગઢમાંથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે.હવે અમેઠીથી ટિકિટ ન મળવા પર વાડ્રાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે રાજકારણની કોઈ શક્તિ પરિવાર વચ્ચે નહીં આવી શકે.
એક ફેસબુક પોસ્ટમાં રોબર્ટ વાડરાએ કહ્યું કે, "રાજકારણની કોઈપણ શક્તિ કે પદ અમારા પરિવાર વચ્ચે નહીં આવી શકે. અમે બધા આપણા મહાન રાષ્ટ્રની જનતા અને લોકોની ભલાઈ માટે હંમેશા કામ કરીશું અને કરતાં રહીશું. તમારા સમર્થન અને શુભેચ્છાઓ બદલ દરેકનો આભાર, હું હંમેશા મારી જાહેર સેવા દ્વારા લોકોને શક્ય તેટલી મદદ કરીશ." ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. શર્મા ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે.
અહીં મહત્ત્વનું એ છે કે રોબર્ટ વાડરાએ ઘણી વખત રાજકારણમાં પ્રવેશવાની અને અમેઠીથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગત મહિને મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, "દેશભરમાંથી અવાજ આવી રહ્યો છે. લોકો ઈચ્છે છે કે હું સક્રિય રાજનીતિમાં આવું, કારણ કે હું હંમેશાથી દેશના લોકોની વચ્ચે રહ્યો છું. લોકો હંમેશા ઈચ્છે છે કે હું રાજકારણમાં આવું. તેમના ક્ષેત્રમાં રહું. મેં 1999 થી ત્યાં (અમેઠી) પ્રચાર કર્યો છે. લોકો ગાંધી પરિવાર સાથે છે કારણ કે તેઓ રાહુલ અને પ્રિયંકાની મહેનત જોઈ રહ્યા છે."