Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

આ વંશવાદી પક્ષો પાસેથી તમે શું અપેક્ષા રાખો છો ? તેઓ ફક્ત તેમના પરિવારો સુધી મર્યાદિત છે: આ લોકો રાષ્ટ્રીય નાયકનું સન્માન કરવાને બદલે આતંકીઓ અને પાકિસ્તાનનું ગૌરવ વધારશે: યુપીના સીએમ યોગીએ વિપક્ષ પર નિશાન સાધ્યું

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું, "આ વંશવાદી પક્ષો પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? તેઓ ફક્ત તેમના પરિવારો સુધી મર્યાદિત છે. કોંગ્રેસ હોય, નેશનલ કોન્ફરન્સ હોય કે સમાજવાદી પાર્ટી હોય, તેમની પાસે કોઈ રાષ્ટ્રીય એજન્ડા નથી... 

યોગીજી કહે છે કે એક તરફ, તેઓનું ગઠબંધન રાષ્ટ્રીય નાયકોનું અપમાન કરે છે અને બીજી તરફ માફિયાઓ અને આતંકવાદી તત્વોને પ્રોત્સાહન આપે છે... હજુ થોડા દિવસ પહેલા જ એક કુખ્યાત માફિયાનું મૃત્યુ થયું ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમની લાગણી - સંવેદના વ્યક્ત કરવા ગયા હતા. પરંતુ જ્યારે રામ જન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રામભક્તો પ્રત્યે તેમનું વર્તન કેવું હતું?

યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના નેતાઓએ ગઈકાલે રાષ્ટ્રીય નાયક મહારાણા પ્રતાપની પ્રતિમા સાથે જે રીતે અપમાનજનક અને તુચ્છ વર્તન કર્યું તે નિંદનીય છે... મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ પણ આવું જ કર્યું હતું, ત્યાં તેમનો એક સમર્થક તેમને છત્રપતિ શિવાજીની પ્રતિમા આપી રહ્યો હતો પરંતુ તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો..  કે આ લોકો રાષ્ટ્રીય નાયકનું સન્માન કરવાને બદલે આતંકીઓ અને પાકિસ્તાનનું ગૌરવ વધારશે.

(1:44 pm IST)