Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું: કહ્યું કે ૧૯૯૪માં આપવામાં આવેલી ઓબીસી અનામતને વડાપ્રધાન સાંપ્રદાયિક રંગ આપવાન પ્રયાસ કરી રહ્યા છે

વડા પ્રધાન પાસે માત્ર આ એક જ મુદ્દો છે: કારણકે તેઓ જાણે છે કે 'દક્ષિણ ભારતમાં સાફ - ઉત્તર ભારતમાં હાફ'... "જુઠ્ઠાણાનો જવાબ ફક્ત મત દ્વારા આપવામાં આવશે: જયરામ રમેશ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું છે કે, "૧૯૯૪માં આપવામાં આવેલી ઓબીસી અનામતને વડાપ્રધાનશ્રી સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે... અમે ધર્મને આધાર બનાવ્યો ન હતો.  આર્થિક અને સામાજિક પછાતતાને ધ્યાનમાં રાખીને એમને આરક્ષણ આપવામાં આવ્યું હતું... 

૧૯૯૪ પછી કર્ણાટકમાં ભાજપના ૪ મુખ્ય પ્રધાનો આવ્યા છે... નરેન્દ્રભાઇ મોદી ૧૦ વર્ષથી વડા પ્રધાન છે.  અટલ બિહારી વાજપેયી ૬ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા અને હવે ૩૦ વર્ષ પછી આ મુદ્દો ઉભો કરાયો છે.

જયરામ રમેશે કહ્યું છે કે ઓબીસી યાદીમાં કેટલીક મુસ્લિમ જાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આજે તેનો શ્રેય ખુદ વડાપ્રધાન લઈ રહ્યા છે... ૧૯ એપ્રિલથી, વડા પ્રધાન પાસે માત્ર એક જ મુદ્દો છે... કારણ કે તેઓ જાણે છે કે 'દક્ષિણ ભારતમાં સાફ - ઉત્તર ભારતમાં હાફ'... "જુઠ્ઠાણાનો જવાબ ફક્ત મત દ્વારા આપવામાં આવશે."

(1:42 pm IST)