Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

ગુજરાતમાં કુલ ૪.૯૭ કરોડ મતદાર : રાજ્‍યમાં કુલ ૨૬૬ ઉમેદવારો મેદાનમાં : સૌથી વધુ વોટર્સ નવસારીમાં : સૌથી ઓછા ભરૂચમાં

સાંજે છ વાગ્‍યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે

નવી દિલ્‍હી, તા. ૫ : લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્‍યારે રવિવારે સાંજે છ વાગ્‍યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો પર ચૂટણી યોજાવાની છે ત્‍યારે સૌથી વધુ મતદારો નવસારી અને સૌથી ઓછા ભરૂચમાં નોંધાયેલા છે.

રાજ્‍યમાં કુલ ૨૬૬ ઉમેદવારો મેદાનમાં

આ ચૂંટણીમાં ૧૯ મહિલા સાથે કુલ ૨૬૬ ઉમેદવારો મેદાનમાં છે. ૨૦૨૪ની આ ચૂંટણીમાં કુલ ૪૯૭૬૮૬૭૭ મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે  જેઓ ૫૦૭૮૮ મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં ૨૦ જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ ૨૬ બેઠકો છે. બેઠકના વિસ્‍તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્‍છ  (૨૧૩૫૪ ચો.કિ.મી.) જ્‍યારે સૌથી નાનો  અમદાવાદ વેસ્‍ટ (૧૦૭ ચો.કિ.મી.) છે. રાજ્‍યમાં ભરૂચમાં સૌથી ઓછાં ૧૭,૨૩,૩૫૩ જ્‍યારે નવસારીમાં સૌથી વધુ ૨૨,૨૩,૫૫૦ મતદારો નોંધાયેલા છે.

ગુજરાતમાં મતદારોની સંખ્‍યા

૧૭ થી ૧૮ લાખ ભરૂચ,  અમદાવાદ વેસ્‍ટ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ, સુરત, જૂનાગઢ

૧૮ થી ૧૯ લાખ જામનગર, છોટા ઉદેપુર, વસલાડ, દાહોદ, પંચમહાલ

૧૯ થી ૨૦ લાખ ભાવનગર, કચ્‍છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા

૨૦ થી ૨૧ લાખ ખેડા, પાટણ, સુરેન્‍દ્રનગર, અમદાવાદ ઈસ્‍ટ, બારડોલી

૨૧ થી ૨૨ લાખ રાજકોટ અને ગાંધીનગર

૨૨ લાખથી વધુ નવસારી.

(3:18 pm IST)