-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઈશા અંબાણીએ શરૂ કરી મોટી તૈયારી, શું ભારતમાં લોન્ચ થશે સસ્તું એસી?
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનું ધ્યાન રાખે છે : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હેઠળનું આ જૂથ હોમ એપ્લાયન્સીસની નવી શ્રેણીમાં પ્રવેશવા જઈ રહ્યું છે : કંપનીએ આ માટે એક નવી બ્રાન્ડ Wyzer બ્રાન્ડ બનાવી છે, જેણે તાજેતરમાં એર કુલર લોન્ચ કર્યું છે : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એસી પણ માર્કેટમાં આવી રહ્યું છે

નવી દિલ્હી, તા. ૫ : મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી હાલમાં રિલાયન્સ રિટેલની જવાબદારી સંભાળી રહી છે. રિલાયન્સ રિટેલ એ ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણીએ ઓગસ્ટ ૨૦૨૨માં ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની જવાબદારી સોંપી હતી, ત્યારથી આ કંપની સારું પ્રદર્શન કરી રહી છે.
રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોને વિસ્તારવા માંગે છે અને કંપની ટૂંક સમયમાં હોમ એપ્લાયન્સિસની નવી શ્રેણીમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ રિટેલ ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી, એસી અને અન્ય હોમ એપ્લાયન્સિસના માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે.
રિલાયન્સ રિટેલે તાજેતરમાં ષ્ક્કદ્યફૂશ્વ નામની નવી બ્રાન્ડ લોન્ચ કરી છે. હવે તેણે એર કૂલરની શરૂઆત કરી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, રિલાયન્સ હાલમાં સ્થાનિક કંપની ડિક્સન ટેક્રોલોજીસ અને મિર્ક ઈલેક્ટ્રોનિક સાથે વાતચીત કરી રહી છે, જેની પેરેન્ટ કંપની ઓનિડા છે. માર્કેટ શેરમાં સારી વળદ્ધિ હાંસલ કરવા માટે, કંપની પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે.
ષ્ક્કદ્યશ્વની મદદથી ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ અન્ય બ્રાન્ડ્સ માટે સમસ્યા ઊભી કરી શકે છે. આ બ્રાન્ડ હેઠળ કંપની ટીવી, ફ્રીજ, એસી, એલઈડીનું ઉત્પાદન કરે છે. સ્વ્ લોન્ચ કરી શકે છે.
રિલાયન્સ રિટેલ આ ઉત્પાદનોને આંતરિક રીતે ડિઝાઇન કરશે અને પછી તેને કસ્ટમાઇઝ કરશે અને ઉત્પાદનોનું વિતરણ કરી શકશે. જો કે કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ભારતમાં એસીનું માર્કેટ ઘણું મોટું છે, નાની બ્રાન્ડથી લઈને ઘણી મોટી અને પ્રખ્યાત બ્રાન્ડ્સ અહીં હાજર છે. આમાં ઓજનરલ, કેરિયર, સેમસંગ, એલજી અને બ્લુ સ્ટાર જેવા બ્રાન્ડ નામોનો સમાવેશ થાય છે. જોકે, કંપનીની વ્યૂહરચના ભારતીય બજારમાં રિલાયન્સ એસી લોન્ચ થયા પછી જ જાહેર થશે.