Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

અલ શિફા હોસ્પિટલમાં સર્જરી વિભાગના વડા પેલેસ્ટિનિયન ડો. અદનાન અલ-બુર્શનું ઇઝરાયેલની કસ્ટડીમાં મોત: હત્યાનો આરોપ: ૩૪ હજારથી વધુ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા

પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ એસોસિએશને કહ્યું છે કે ૪ મહિના સુધી ઇઝરાયેલની જેલમાં રાખવામાં આવ્યા બાદ અલ શિફા હોસ્પિટલમાં સર્જરી વિભાગના વડા પેલેસ્ટિનિયન  ડો. અદનાન અલ-બુર્શ ઉ ૫૦નું મૃત્યુ નીપજ્યું છે.

એસોસિએશન ને કહ્યું કે, આ એક હત્યા છે. તેમનો મૃતદેહ હજુ પણ ઈઝરાયેલની કસ્ટડીમાં છે.

ઇઝરાયેલી દળોએ ડૉ. અલ-બુર્શની અટકાયત કરી ત્યારે તેઓ ઉત્તર ગાઝાની અલ અવદા હોસ્પિટલમાં ટેમ્પરરી રીતે કામ કરી રહ્યા હતા.

ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલાઓને કારણે ૩૪ હજારથી વધુ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે.

(12:00 am IST)