-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
દેશમાં ભાજપનું શાસન છે, ત્યાં સુધી અનામતને કોઈ હાથ નહીં લગાવી શકે: બોડેલીમાં અમિતભાઇ શાહે આપી મોદીની ગેરેન્ટી
રાહુલબાબા સ્પષ્ટતા કરે કે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં મુસલમાનોને અપાયેલી અનામત તેઓ પાછી લેશે કે નહિ.

નવી દિલ્હી ; કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરતા છોટા ઉદેપુર લોકસભાના બોડેલી ખાતે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના સમર્થનમાં વિશાળ વિજય સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે નરેન્દ્રભાઈ મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવવાની સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.
અમિતભાઈ શાહે તેમના સંબોધનની શરૂઆત દેવી રાણી કાજલ માતા, પીઠોરા દેવ, ભાથીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન અને હાંફેશ્વર મહાદેવને મનપૂર્વક પ્રણામ સાથે કરી હતી અને જણાવ્યું હતું કે, ૭મી મે ના રોજ છોટાઉદેપુર લોકસભાના ભાજપા ઉમેદવાર જશુભાઈ પટેલના નામની સામેના કમળનાં નિશાન પર આપેલો પ્રત્યેક મત નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવશે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં અમિતભાઈ શાહે જણાવ્યું કે, ભાજપા સામે કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે, તેનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? તેની કોઈ સ્પષ્ટતા નથી. 1-1 વર્ષ પ્રધાનમંત્રીની સત્તાનો બંટવારો કરી સત્તા ભોગવવાના અભરખા રાખનાર ઘમંડીયા ગઠબંધન દેશને ક્યારેય સુરક્ષિત ન રાખી શકે. ઘમંડીયા ગઠબંધન ફક્ત જૂઠું બોલવાનું જ કાર્ય કરી શકે.
રાહુલબાબા એન્ડ કંપનીએ જુઠ્ઠાણું ચલાવ્યું છે કે, નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે તો અનામત નાબૂદ કરી દેશે. આ મોદીની ગેરંટી છે કે, જ્યાં સુધી દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં સુધી કોઈ એસ. સી, એસ. ટી અને ઓબીસી અનામતને હાથ નહી લગાવી શકે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ધર્મના આધારે મુસલમાનોને અનામત આપી એસ. સી, એસ. ટી અને ઓબીસી અનામતનો અધિકાર ઈન્ડિ ગઠબંધન લૂંટી રહ્યું છે. રાહુલબાબા સ્પષ્ટતા કરે કે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં મુસલમાનોને અપાયેલી અનામત તેઓ પાછી લેશે કે નહિ.
કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે. કોંગ્રેસના જમાનામાં દેશમાં આદિવાસી કલ્યાણ મંત્રાલય જ ન હતું. અટલજીની સરકારમાં વર્ષ 1999માં આદિવાસી કલ્યાણ માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઈબ (NCST)ની સ્થાપના કરી.
7- વર્ષમાં કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને દેશના રાષ્ટ્રપતિ નહોતા બનાવ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના ગરીબ પરિવારમાં જન્મેલા આદિવાસી દીકરી દ્રૌપદી મૂર્મુજીને રાષ્ટ્રપતિ બનાવ્યા. ડો. બાબાસાહેબ આંબેડકરજીએ કહ્યું હતું કે, આદિવાસી સમાજની વસ્તી મુજબ તેમને બજેટમાં સ્થાન આપવું જોઈએ. 2014 પહેલાંની કોંગ્રેસની UPA સરકારમાં આદિવાસી કલ્યાણનું બજેટ રૂ.29 હજાર કરોડ હતું જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ.1,31,000 કરોડ રૂપિયા કર્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત બજેટના 14% આદિવાસી સમાજ માટે ફાળવવાનું કાર્ય કર્યું. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી ક્ષેત્રનો વિકાસ થયો. રોડ- રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ સહિતની સુવિધાઓ આજે ગુજરાતના ખૂણે ખૂણે પંહોચી છે. 740 એકલવ્ય વિદ્યાલય, એક લાખ જેટલા બાળકોનું રેસી. સ્કૂલમાં ભણતર, નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી, ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિ. તેમજ આદિવાસી સમાજનું મ્યુઝીયમ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.
વધુમાં અમિતભાઈ શાહે જણાવ્યું કે, રાહુલબાબા ગઈ ચૂંટણીમાં અમેઠી હારવાની બીકે વાયનાડ ગયા હતા, આ વખતે વાયનાડ હારવાની બીકે રાયબરેલી આવ્યા છે. તકલીફ કોઈ સીટમાં નથી, રાહુલબાબામાં છે. તેઓ રાયબરેલીથી પણ ચૂંટણી હારશે. કોંગ્રેસે 70 વર્ષ સુધી કાશ્મીરમાં લઘુમતી વોટબેંક માટે કલમ 370ને દત્તક લીધેલા બાળકની જેમ રમાડી, નરેન્દ્રભાઈ મોદીએ બીજી વખત વડાપ્રધાન બનતા 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 સમાપ્ત કરી દીધી.
હજી કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે કહે છે, ગુજરાત કે રાજસ્થાનના નાગરિકોને કાશ્મીરથી શું લેવાદેવા? પણ એમને ખબર નથી ગુજરાતનો એક એક યુવાન કાશ્મીર માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. રાહુલબાબા લોહીની નદીઓ વહેવાની વાતો કરતા આજે કાશ્મીરમાં કાંકરીચાળો કરવાની પણ કોઈની હિંમત નથી. નરેન્દ્ર મોદીએ આતંકવાદને સમાપ્ત કરવાના ધ્યેય સાથે કાર્ય કર્યું છે. યુપીએ સરકાર વોટબેંકના ડર થી આતંકવાદ વિરુદ્ધ કોઈ પગલાં લેતા નહોતા પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેનાએ સર્જીકલ અને એયર સ્ટ્રાઈક કરી સરહદ પાર જઈ આતંકનો સફાયો કર્યો છે.
અમિતભાઇ શાહે કહ્યું કે, કોંગ્રેસે 70 વર્ષ સુધી રામમંદિરના મુદ્દાને લટકાવ્યો. નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં જ્યારે આ મુદ્દાનો સુખદ અંત આવ્યો અને અયોધ્યામાં પ્રભુ રામના ભવ્ય મંદિરનું નિર્માણ થયું, ત્યારે કોંગ્રેસ અને આપના સર્વોચ્ય નેતાઓએ વોટબેંક રાજનીતિ ખાતર આમંત્રણનો અસ્વીકાર કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો નાગરિકોના રામ મંદિરના સ્વપ્નને પૂર્ણ કરવાનું કાર્ય કર્યું છે. કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર બન્યો છે. પાવાગઢ પર 400 વર્ષ પછી નવીનીકરણ બાદ ધ્વજા લહેરાઈ છે,સોમનાથ મહાદેવનું મંદિર સોનાથી મઢાઈ રહ્યું છે.