-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભારતમાં વિવિધ સમાજના લોકો આવે છે : જયશંકર
ભારતને 'ઝેનોફોબિક' કહેનાર બાઈડેનને જવાબ ઃપ. મીડિયાનો એક ભાગ ભારતને કરે છે ટાર્ગેટ : જયશંકર

નવી દિલ્હી, તા.૪ :ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ભારત અને જાપાનને 'ઝેનોફોબિક' દેશ કહ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, 'ભારતનો સમાજ હંમેશા અન્ય સમાજોના લોકો માટે ખુલ્લો રહ્યો છે. કેન્દ્ર સરકારનું ઝ્રછછ મુશ્કેલીમાં ફસાયેલા લોકો માટે દરવાજા ખોલે છે તેને ભારતની નાગરિકતા આપવાનું કામ કરે છે. આપણે તે લોકોના સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ, જેમને આવવાની જરૃર છે અને જેનો હક બને છે.'
વિદેશ મંત્રી એસ. જયશંકરે ઝ્રછછનો વિરોધ કરનારા પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, એવા લોકો છે જેમણે સાર્વજનિક રીતે કહ્યું કે, 'ઝ્રછછના હોવાથી ૧૦ લાખ મુસ્લિમો ભારતમાં પોતાની નાગરિકતા ગુમાવી દેશે. આ દાવાઓ છતા કોઈની ભારતમાં નાગરિકતા નથી ગઈ.'
એસ. જયશંકરે કહ્યું કે, 'પશ્ચિમી મીડિયાનો એક ભાગ ગ્લોબલ નેરેટિવને પોતાના હિસાબથી ચલાવવા માગે છે અને આ તબક્કામાં તેઓ ભારતને નિશાન બનાવે છે. આ તે લોકો છે જેમને ભરોસો છે કે તેમણે આ નેરેટિવને કંટ્રોલ કરવો જોઈએ.'
એક કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે, 'ભારત જેવા દેશો ઝેનોફોબિક છે અને આર્થિક શક્તિના રૃપમાં પાછળ રહી જવાનું કારણ આ જ છે. ભારત, ચીન, જાપાન અને રશિયા જેવા દેશો ઝેનોફોબિક દેશો છે. તેમની અર્થવ્યવસ્થા તે કારણે પ્રભાવિત થાય છે. ઝેનોફોબિક એટલે એક પ્રકારનો ડર, તે ડર બહારથી આવતા લોકોને રોકે છે. ભારત, ચીન, રશિયા અને જાપાન જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી. તે કારણે જ તેમનું અર્થતંત્ર વધુ વિકાસ નથી પામતું. બાઇડેને કહ્યું હતું કે, 'આપણા અર્થતંત્રનો ઝડપી વિકાસ થાય છે, કારણ કે આપણે અને અન્ય લોકો પણ મહેનત કરે છે. એવું એટલા માટે છે કે આપણે પ્રવાસીઓને આવકારીએ છીએ.' ચીનનું ઉદાહરણ આપીને બાઇડેને સમજાવ્યું હતું કે, 'ચીનનું અર્થશાસ્ત્ર શા માટે સ્થગિત થઈ ગયું છે? જાપાન શા માટે મુશ્કેલીમાં છે? ભારત અને રશિયાની સ્થિતિ શું છે? આવું એટલા માટે છે કે તેઓ ઝેનોફોબિક છે. તે લોકો પ્રવાસી સમુદાય નથી ઇચ્છતા. પરંતુ અમેરિકાને તો પ્રવાસીઓ જ મજબૂત કરે છે.'
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ભારત પર મોટો આરોપ લગાવ્યા બાદ હવે અમેરિકા ડેમેજ કંટ્રોલ મોડમાં છે.
બુધવારના એક કાર્યક્રમમાં બાઇડને કરેલી ટિપ્પણી અંગે 'વ્હાઇટ હાઉસ'ના પ્રેસ સચિવ કૈરિન જ્યાં-પિયરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ એક 'વ્યાપક બિંદુ' પર વાત કરી રહ્યા હતા. અમારા સહયોગી અને સાથી ખુબ સારી રીતે જાણે છે કે રાષ્ટ્રપતિ તેમનું કેટલું સન્માન કરે છે. જાપાનના સંદર્ભવમાં જેમ કે તમે જાણો છો કે તેઓ હાલમાં જ અહીં રાજકીય પ્રવાસે આવ્યા હતા. અમેરિકા અને જાપાનના સંબંધો મહત્વપૂર્ણ છે. આ ગાઢ અને કાયમી ગઠબંધન છે.
તેમણે કહ્યું કે, તેમણે (બાઇડને) એક વ્યાપક બિંદુ પર ટિપ્પણી કરી હતી કે દેશમાં અપ્રવાસીઓનું હોવું કેટલું જરૃરી છે અને કેવી રીતે તેના કારણે આપણો દેશ મજબૂત બને છે.
આ અંગે વાત કરી રહ્યા હતા. ભારત અને જાપાનની સાથે નિઃસંકોચ અમારા સંબંધ મજબૂત છે અને જો તમે છેલ્લા ત્રણ વર્ષ પર નજર નાખો તો રાષ્ટ્રપતિ આ રાજકીય સંબંધો પર નિશ્ચિત રીતે ધ્યાન કેન્દ્રીત કરાયું છે.