Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને જોરદાર ફટકોઃ અરવિંદસિંહ લવલી સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાયા

શીલા દિક્ષીતની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરવિંદસિંહ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનથી નારાજ હતા

નવી દિલ્‍હી તા. ૪ :. દિલ્‍હી કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ અરવિંદસિંહ લવલી ભાજપમાં૦ જોડાઇ ગયા છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પર નારાજ હોવાનું કહેવાય છે.  અરવિંદર સિંહ લવલી કેન્‍દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, બીજેપીના મહાસચિવ વિનોદ તાવડે અને દિલ્‍હી બીજેપી અધ્‍યક્ષ વીરેન્‍દ્ર સચદેવાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. લવલીની સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍યો રાજ કુમાર ચૌહાણ, નસીબ સિંહ અને નીરજ બસોયા અને પૂર્વ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ અમિત મલિક પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના યોગાનંદ શાષાી પણ ભાજપમાં જોડાયા. તેઓ દિલ્‍હી સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકયા છે. આ વિકાસ એવા સમયે ઙ્કકાશમાં આવ્‍યો છે જ્‍યારે છઠ્ઠા તબક્કા દરમિયાન દિલ્‍હીની તમામ સાત લોકસભા બેઠકો પર ૨૫ મેના રોજ મતદાન થવાનું છે.

અરવિંદરસિંહ લવલીએ પોતાના રાજીનામા પત્રમાં ઉત્તર પૂર્વ દિલ્‍હીથી કોંગ્રેસના ઉમેદવાર કહૈયા કુમાર અને ઉત્તર પヘમિ દિલ્‍હીથી ઉદિત રાજને આપવામાં આવેલી ટિકિટની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ દિલ્‍હી કોંગ્રેસના અજાણ્‍યા છે. શનિવારે કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં, તેમણે કહ્યું હતું કે તેઓ અસહાય અનુભવી રહ્યા છે કારણ કે દિલ્‍હીના પ્રભારી દીપક બાબરિયા દિલ્‍હી એકમના વરિષ્ઠ નેતાઓ દ્વારા સર્વસંમતિથી લેવાયેલા તમામ નિર્ણયોને અટકાવતા હતા.

લવલીએ પોતાના રાજીનામામાં કહ્યું હતું કે દિલ્‍હી કોંગ્રેસ યુનિટ ખ્‍ સાથે ગઠબંધનની વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટી, જેના અડધા કેબિનેટ મંત્રીઓ હાલમાં જેલમાં છે, કોંગ્રેસ પાર્ટી સામે ખોટા, બનાવટી અને દૂષિત ભ્રષ્ટાચારના આરોપો મૂકવાના એકમાત્ર આદ રચવામાં આવી હતી. તેમ છતાં, કોંગ્રેસે દિલ્‍હીમાં ખ્‍ખ્‍ય્‍ ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં, કોંગ્રેસની નીતિઓથી અજાણ એવા બે નેતાઓ (કન્‍હેયા કુમાર અને ઉદિત રાજ)ને ટિકિટ આપવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી વચ્‍ચે દેશની રાજધાની દિલ્‍હીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્‍યો છે. દિલ્‍હી કોંગ્રેસના અધ્‍યક્ષ પદેથી રાજીનામું આપનાર અરવિંદર સિંહ લવલી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને નારાજ હતા. અરવિંદર સિંહ લવલીની સાથે અન્‍ય ઘણા કોંગ્રેસી નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે. જેમાં રાજકુમાર ચૌહાણ, નસીબ સિંહ, નીરજ બસોયા અને અરવિંદર સિંહ લવલી શીલા દીક્ષિતની સરકારમાં મંત્રી રહી ચૂકયા છે. ગયા વર્ષે ઓગસ્‍ટમાં દિલ્‍હી કોંગ્રેસના અધ્‍યક્ષ પદ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી. (પ-૩૧)

 

 

(5:48 pm IST)