-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમદાવાદ રખિયાલની નારાયના હોસ્પિટલમાં હોબાળો : તોડફોડ : બેદરકારીથી દર્દીનું મોત થયાનો આરોપ: મૃતદેહ સ્વીકારવા ઇન્કાર
ગોમતીપુર કોંગ્રેસ મહિલા કોર્પોરેટરના પરિવારજનનું થયું અવસાન : યોગ્ય સમયે હોસ્પિટલમાં દાખલ ન કરતા મોત થયાનો આરોપ

અમદાવાદ રખિયાલની નારાયના હોસ્પિટલ ખાતે હોબાળો થયો છે જેમાં હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારજનો દ્વારા આરોપ લગાડાઇ રહ્યો છે ગોમતીપુર કોંગ્રેસ મહિલા કોર્પોરેટરના પરિવારજનનું અવસાન થયું છે યોગ્ય સમયે હોસ્પિટલમાં દાખલ ન કરતા મોત થયાનો આરોપ મુકાયો છે
છેદી ખાન મિર કાબુલ ખાન પઠાણ ઉમર ૫૫ વરસ અમદાવાદ રખિયાલમાં નારાયણ હોસ્પિટલમાં આજે 4:30 વાગ્યાની આસપાસ દર્દીને લાવવામાં આવ્યા હતા. જો કે પેશન્ટને અડધો કલાક સુધી બાહર એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યા હતા. નારાયણી હોસ્પિટલ જ્યારે મલ્ટીનેશનલ હોસ્પિટલ છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ પેશન્ટને એમ્બુલન્સમાંથી પાંચ-દસ મીનીટની અંદર ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે.
બીજી તરફ નારાયણ હોસ્પિટલના સ્ટાફે બેદરકારીભર્યા નિર્ણય કર્યા હતા. પેશન્ટના મોત થયા પછી હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા છે. મોટું બીલ આવે કેવી રીતે દર્દીના ઘરવાળા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. જેથી પરિવારના લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે તોડફોડ પણ કરી હતી. જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત નારાયણી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. જો કે પરિવાર દ્વારા સતત હોબાળો કરવામાં આવી રહ્યો છે. પોલીસ સમગ્ર મામલો થાળે પડે તેવા પ્રયાસો કરી રહ્યા હતા.
જો કે પરિવાર દ્વારા તોડફોડ અને હોસ્પિટલની સંપત્તીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને હોસ્પિટલ તંત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. માટે અમે જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ નહી સ્વિકારીએ તેમ જણાવ્યું હતું. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહી સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.