-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સુરત સ્મીમેર હોસ્પિટલની સ્ટાફ નર્સનો આપઘાત
ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો :સમગ્ર હોસ્પિટલમાં ગમગીની સાથે પરિવારમાં શોક

સુરત : શહેરમાં એક કોરોના વોરિયર્સએ આપઘાત કર્યો છે પરિવાર હાલમાં સુરતમાં ના હોવાથી કોરોના વોરિયર્સ દ્વારા કયા કારણોસર આપઘાત કરાયો તે જાણી શકાયું નથી. દર્દીને બીમારીના સમયમાં હુંફની સાથે સેવા કરતી સ્મીમેર હોસ્પિટના સ્ટાફ નર્સના આપઘાથી સમગ્ર હોસ્પિટલમાં ગમગીની સાથે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર લીંબાયત વિસ્તારમાં આવેલ સમ્રાટ સ્કૂલની સામેની અંબિકાનગર સોસાયટીમાં રહેતા 30 વર્ષિય કવિતાબેન હિરેનભાઈ મિસ્ત્રી સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવે છે. કવિતા ઘણા સમયથી સ્મીમેર હોસ્પિટલમાં કામ કરી રહી હતી. બે દિવસ પહેલા કવિતા અને તેમના પતિ હિરેનના નંણદોઈએ મહારાષ્ટ્રના પૂણેમાં આપઘાત કરી લીધો હતો. જેથી કવિતાના પતિ અને સાસુ રવિવારે પૂણે ગયા હતા. પાછળથી કવિતાએ સોમવારે બપોરે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
કવિતાને 8 વર્ષના લગ્નગાળા દરમિયાન કોઈ સંતાન નહીં હોવાથી પગલું ભર્યું હોઈ શકે. તથા કવિતાના પતિ અને સાસુ દ્વારા સંતાન વિશે મહેણાં-ટોણા મારતા હોવાથી પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ કવિતાના પરિવારજનો સુરત નહીં હોવાથી તેમનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં મુકવામાં આવ્યો છે. પતિ અને સાસુના આવ્યા બાદ તેનું પીએમ કરવામાં આવશે. કવિતાએ અચાનક જ પગલું ભરી લેતા લીંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાબતે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આર.એમ.ઓ જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે કવિતા ઓપરેશન વિભાગમાં નર્સ તરીકેની ફરજ બજાવતી હતી.