-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાત્રે માંડવી અને બારડોલીમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડ્યો : ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
પલસાણા, કામરેજ, મહુવા,માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પણ વરસાદ

સુરત : સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં રાત્રે પવનના સુસવાટા અને કડાકા ભડાકા ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માંડવી અને બારડોલીમાં બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
જિલ્લાના બારડોલી, માંડવી,પલસાણા, કામરેજ, મહુવા,માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણ બિહામણું બની ગયું હતું. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતાં અંધારપટ છવાઈ ગયો હતો.
બારડોલી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધારી દીધી હતી. બારડોલી તાલુકામાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં 48 મીમી એટલે કે લગભગ 2 ઇંચ વરસાદ થયો હતો. આ સમાચાર લખાય રહ્યા છે ત્યારે 10.30 વાગ્યે પણ વરસાદ વરસવાનું ચાલુ જ હતું. અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો કામરેજમાં 8 મિમી, મહુવા માં 32 મિમી, માંડવી 48મિમી, માંગરોળ 15મિમી, પલસાણા 22મિમી, ઉમરપાડા 19મિમી વરસાદ નોંધાયો હતો.