-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમદાવાદ : મેમકો બ્રિજ નીચે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : ઊંચા અવાજે વાત કરતા ઉશ્કેરાયેલ યુવકોએ ચપ્પુના ઘા મારતા મોત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે સગીર આરોપી સહિત 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ: શહેરના મેમકો બ્રિજ નીચે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી શહેરકોટડા પોલીસને સોંપ્યા છે
નરોડા પાસે આવેલા મેમકો બ્રિજ નીચે 36 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે બે સગીર આરોપી સહિત 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની તપાસના સામે આવ્યું કે મૃતક રામલખનસિંગ ભદોરીયા માનસિક બીમારીની સારવાર લેવા માટે છેલ્લા 4 મહિનાથી બાપુનગરમાં પોતાની બહેનના ઘરે રહેતો હતો. અને 17મી સપ્ટેમ્બરના રોજ પોતાના વતન પરત જવાનું કહીને ઘરેથી બેગ લઈને નીકળ્યો.
મેમકો બ્રિજ નીચે આવેલા મંદિરે યુવક સૂતો હતો ત્યારે મોડી રાત્રે 5 શખ્સો નશાની હાલતમાં ત્યાં જમવા બેઠા અને એકબીજાને ગાળો આપી મશ્કરી કરતા હતા. જેથી મૃતક યુવકે આ શખ્સોને અવાજ ઓછો કરવાનો કહેતા તમામ યુવકો ઉશ્કેરાઈ ગયા અને અમરેશ ચૌધરી નામના શખ્સે નશાની હાલતમાં યુવકને ચપ્પુના ઘા મારતા યુવકનું મોત થયું હતું. આ મામલે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે પાંચેય આરોપીઓને ઝડપીને શહેરકોટડા પોલીસને સોંપ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે આ ગુનાનો મુખ્ય આરોપી અમરેશ ચૌધરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. આ ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓમાંથી એક પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ન હોવાનું ખુલ્યું છે. ત્યારે શહેરકોટડા પોલીસે આ હત્યામાં વપરાયેલ ચપ્પુને શોધવાની તજવીજ હાથ ધરી છે.