-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કરોડોની ઠગાઈ કરનારા આઠ આરોપીના ૫ દિવસના રિમાન્ડ
વકીલો,વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરી હતી : સરકારી કચેરીના કર્મચારીની બેનંબરની આવકના પણ કરોડો ડૂબ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું

અમદાવાદ,તા.૨૧ : મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર અને ઉપાહુતિ નિધિ લિ.કપનીના પ્રમોટર, ડાયરેક્ટર દ્વારા મટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અને ગ્રામ્ય કોર્ટના ૭૫૦ થી વધુ વકીલો, કોર્ટના સ્ટાફ, વેપારીઓ સહિતના આશરે ૨૦ કરોડથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં આઠ જણાની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વકીલો, વેપારીઓ અને રોકાણકારો દ્વારા જુદા જુદા પોલીસ મથકમાં ફરિયાદો કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મુખ્ય સૂત્રધાર શૌરીન ભંડારી ફરાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે,આરોપીઓ સામે જીપીઆઈડી એકટની કલમ લગાવી હોવાથી મિલકતો સહિતની વસ્તુઓ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ૫૦૦થી વધુ વકીલોને લોભામણી લાલચ આપી ૪૧ લાખની ઠગાઈ કરનાર મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર અને ઉપાહુતિ નિધિ લિ.કપનીના પ્રમોટર, ડાયરેક્ટર સહિત ૮ લોકોની કારંજ પોલીસે ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
ફરિયાદી તરફે એડવોકેટ ભરત શાહ અને હસમુખ ચાવડાએ રજૂઆત કરી હતી કે, આરોપી ત્રિવેન્દ્રમ ભંડારી, નેહા ભંડારી, ધમેન્દ્ર નિર્મળ, બિપીન નાયક, જગત સાંઘાણી, દમયંતિ નાગર, અમિત નાગર અને દર્શન ભટ્ટે કંપનીના ઓથા હેઠળ રિકરિંગ, દૈનિક કલેક્શન, એફડી સહિતની વિવિધ સ્કીમોમાં વકીલોને નાણાં રોકવા ૪૧ લાખથી વધુની ઠગાઇ કરી કંપનીને તાળું મારી ફરાર થઈ ગયા હતા. ૫૦૦થી વધુ વકીલો પાસેથી અંદાજે ૫ કરોડની છેતરપિંડી કરી છે. આરોપીઓની પોલીસ કસ્ટડી સિવાય તપાસ શકય નથી. આરોપીઓ અમદાવાદ જ આશરે ૨૦ કરોડથી વધુની છેતરપીંડી અને ઉપાચત કરી છે. ત્યારબાદ કોર્ટે આઠેય આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર અને ઉપાહુતિ નિધિ લિ.કપનીમાં દરરોજની બે નંબરની આવક દૈનિક કલેકશનમાં ભરવામાં આવતી હતી.જે રકમ પાકતા સરકાર બાબુઓ ફીકસ ડીપોઝીટ તરીકે મુકી હતી. આમ સરકારી કચેરીના કર્મચારીઓની બેનંબરની આવકના પણ કરોડો રુપિયા ડૂબ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.