-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
શાહપુરના શખ્સ સાથે બોગસ ખાતું ખોલાવીને છેતરપિંડી
પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : પાલડીના શખ્સે મેડિક્લેઇમ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઇને સેન્ટ્રલ બેંકમાં ખાતું ખોલાવી દઇને વ્યવહારો કર્યા

અમદાવાદ,તા.૨૧ : તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે જ્યારે મેડિક્લેમ માટે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો છો તેના આધારે તમારી સાથે જ છેતરપિંડી કોઈ આચરી જાય. પણ જો વિચાર્યુ ન હોય તો વિચારજો, કારણ કે મેડિક્લેમ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તેના આધારે બોગસ ખાતુ ખોલાવી નાણાકીય વ્યવહારો પણ થઈ જતા હોય છે અને છેલ્લે તેનું બિલ તમારા માટે ફાટે છે. શાહપુર નાગોરીવાડ વિસ્તારમાં બૂક બાઈન્ડિંગનું કારખાનું ધરાવતા અમરીશભાઈ દત્તે પાલડી ખાતે સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રહેતાં હિમાંશુ રજનીકાંત શાહને મેડિકલેમ ઉતરાવવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા. અમરીશભાઈએ પોતાના, પરિવાર અને કારીગરોના પાનકાર્ડ,આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ફોટા હિમાંશુભાઈને આપ્યા હતા.
૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ સવારે હિમાંશુભાઈ ઓરિજીનલ ડોક્યુમેન્ટ અમરીશભાઈએ આપી ગયા હતા. વેજલપુર ઇક્નમટેક્સ ઓફિસના અધિકારી પી.ડી.વાઘેલાએ અમરીશભાઈને ગત મે ૨૦૧૯માં ફોન કર્યો હતો. તેઓએ જણાવ્યું કે તમે ઇક્નમટેક્સ રિટર્ન ભરતા નથી અને નોટિસનો જવાબ આપતા નથી.તમારે અમારી ઓફિસે આવી ખુલાસો કરવો પડશે. અમરીશભાઈ ઇક્નમટેક્સમાં ગયા તો અધિકારીએ તમે સેન્ટ્રલ બેંક વાસણામાં ખાતું ખોલાવ્યું તેની વિગતો ભરી નથી તેમ જણાવ્યું હતું. આથી અમરીશભાઈએ મારું ત્યાં કોઈ ખાતું નથી તેમ જણાવ્યું હતું. અધિકારીએ બેંકમાં તપાસ કરવા જણાવ્યું હતું. બેંકમાં તપાસ કરતા અમરીશભાઈના નામે ચાલુ ખાતુ નીતા ટ્રેડર્સના નામથી ખૂલેલું હતું. બેંકમાં રજુઆત કરતા મેનેજરે તમે હિમાંશુભાઈ જોડે વાત કરો તેમ જણાવ્યું હતું. હિમાંશુભાઈને વાત કરતા તેઓએ આ મેટર આપણે પતાવવાની છે તેમ કહી પંચવટી ખાતે પ્રકાશ કાપડીયાની ઓફિસમાં મિટીંગ રાખી હતી. હિમાંશુભાઈએ તે સમયે, તમારા નામનું બેંક એકાઉન્ટ હું બંધ કરાવી દઈશ, તમારી પર કોઈ ઇક્નમટેક્સની નોટિસ આવશે નહીં. ઇક્નમટેક્સમાં જે પૈસા ભરવાના થશે તે હું ભરી દઈશ તમે મારા વિરૂધ્ધ પોલીસમાં જે અરજીઓ કરી છે. તે પરત લઈ લો તેમ જણાવ્યું હતું. હિમાંશુભાઈની વાત પર ભરોસો ના આવતા અમરીશભાઈએ અરજીઓ પરત લીધી ન હતી. ઇક્નમટેક્સ તરફથી અમરીશભાઈને બે નોટિસ મળી ચુકી છે. તેઓએ ઇક્નમ ટેક્સમાં અપીલ પણ કરી છે.જેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. આ અંગે અમરીશભાઈએ આરોપી હિમાંશુ શાહ અને સેન્ટ્રલ બેંકના મળતીયા અધિકારી વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.