-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ખેડૂતો હવે APMC જ નહીં,પણ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે : સી,આર. પાટીલ
વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરવું પડશે.

અમદાવાદઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી,આર,પાટીલે કહ્યું હતું કે ખેડૂતો હવે APMC જ નહીં, દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચણ કરી શકશે. વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરવું પડશે.સંસદમાં પસા થયેલા ‘કૃષિ સુધાર વિધેયક 2020 અંગે પાટીલે વીડિયો પ્રેસ કોન્ફ્રન્સમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશના કરોડો ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલું એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે
આ કૃષિ સુધારાઓના કારણે ખેડૂતોને આગામી સમયમાં અનેક લાભો થશે. ત્યારે કોંગ્રેસ દેશના કરોડો ખેડૂતો માટે લાભકારી આ વિધેયકને આવકારવાના બદલે બેબાકળી બની ફક્ત અને ફક્ત પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું હીન કૃત્ય કરી રહી છેસી.આર.પાટીલે (CR Patil) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે,આ બિલમાં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને નુકશાન થાય તે પ્રકારની કોઈ બાબત તેમાં ઉમેરવામાં આવી નથી. ખેડૂતોના પાકની ટેકાના ભાવ(MSP)થી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે. પરંતુ આ બાબતે કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કરી રહી છે. વર્ષો સુધી સત્તામાં રહ્યા બાદ પણ ખેડૂતોની સમૃદ્ધિ માટે કાંઈ ઠોસ કાર્ય ન કરનારી કોંગ્રેસના ખેડૂતવિરોધી વલણને ખેડૂતો ક્યારેય માફ નહી કરે.”
વડાપ્રધાન મોદીએ વિવિધ પેદાશોના ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને લાભ આપવાનું કાર્ય કર્યું છે. આ કૃષિ સુધારા બિલના માધ્યમથી ખેડૂતોના વિકાસમાં આવતા અંતરાયોને દૂર કરવામાં આવ્યા છે.હવે દેશનો ખેડૂત સ્થાનિક APMC જ નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓમાં પણ હવે તંદુરસ્ત હરીફાઈ થવાના કારણે ખેડૂતને પોતાની પેદાશનો યોગ્ય ભાવ મળી રહેશે. વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરી દેવું પડશે. તેવી જોગવાઈ પણ આ બિલમાં કરાઈ છે જેનો સીધો જ લાભ દેશના કરોડો ખેડૂતોને થશે.
પ્રદેશ પ્રમુખએ વધુમાં જણાવ્યું હતું કે 2014માં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર માટે ગામડું, ગરીબ અને ખેડૂત હંમેશા પ્રાથમિકતા રહી છે. દેશમાં યુવાનો, મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં લાવીને આગળ વધવાની તક પુરી પાડી છે.
PM કિસાન યોજના હેઠળ ૯૨ હજાર કરોડ રૂપિયા ડિબિટીના માધ્યમથી સીધા ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. વચેટીયાઓનો અંત આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સ્વામિનાથન આયોગ’ના સુચનોને ધ્યાનમાં રાખી તેમજ તેમાં અન્ય ખેડૂતહિતની જોગવાઈઓનો ઉમેરો કરીને કૃષિ સુધાર વિધેયકને લાવવામાં આવ્યું છે. જેનાથી દેશના ખેડૂતોને અનેક ફાયદા થવાના છે અને તેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. Patil
કોંગ્રેસની સરકારના સમયમાં વર્ષ 2009-10માં દેશનું કૃષિ બજેટ 12 હજાર કરોડ રૂપિયા હતું જે આજે વધારીને1 લાખ 34 હજાર કરોડ રૂપિયા છે. વર્ષો સુધી કોંગ્રેસ દ્વારા દેશના ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું છે, આજે કોંગ્રેસ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના કરોડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ કૃષિ સુધાર બિલ અંગે ભ્રામક પ્રચાર કરી રહી છે, પણ દેશનો ખેડૂત શાણો અને સમજુ છે,પોતાનું હિત-આહિત શેમાં છે તે સુપેરે જાણે છે.